રાજકોટ : સાજડીયારીના લોક ડાયરામા મંત્રી જયેશ રાદડિયા પર થયો રૂપિયાનો વરસાદ - Video

News18 Gujarati
Updated: March 11, 2020, 8:14 PM IST
રાજકોટ : સાજડીયારીના લોક ડાયરામા મંત્રી જયેશ રાદડિયા પર થયો રૂપિયાનો વરસાદ - Video
જામકંડોરણનાના સાજડીયારી ગામે ગાયોના લાભાર્થે આ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામકંડોરણા તાલુકાના સાજડીયારી ગામે ગાયોના લાભાર્થે ડાયારાનું આયોજન કરવામાં આવ્યું હતું. અલ્પા પટેલ, બ્રીજદાન ગઢવીના ડાયરામાં રાદડિયા અને દૂધ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા પર રૂપિયનો વરસાદ થયો

  • Share this:
રાજકોટ : સૌરાષ્ટ્રમાં લોકડાયરો (Lokdayaro) હોય અને તેમાં રૂપિયાનો (Money) વરસાદ નો થાય તેવી એક પણ વખત બને નહી. ત્યારે ગઈકાલે રાતે રાજકોટ (Rajkot) જિલ્લાના જામકંડોરણા (Jamkandorana) તાલુકાના સાજડીયારી ગામે એક ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયોના લાભાર્થે યોજેલા ડાયરામાં પણ રૂપિયાનો વરસાદ થયો હતો. અને લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. ડાયરામાં હજાર કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા (Jayesh Radadiya) પર પણ રૂપિયાનો વરસાદ થયો હતો. લોક ગાયક અલ્પાબેન પટેલ (alpa patel) અને બ્રીજ્દાન ગઢવી (Brijdan Gadhavi)એ ભજનોની રમજટ બોલાવી હતી

એક વર્ષમાં પોતાના જ વિસ્તારમાં ચોથીવાર રૂપિયાનો વરસાદ થયો હતો. ગાયોના લાભાર્થે રાખવામાં આવેલા ભવ્ય લોક ડાયરામાં રૂપિયાનો લોકોએ વરસાદ કર્યો હતો. અલ્પા પટેલના લોક ડાયરામાં યુવા કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા તેમજ રાજકોટ દૂધ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. ડાયરામાં અલ્પા પટેલ, બ્રીજદાન ગઢવી તેમજ અન્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :  સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત, પીપોદરામાંથી અર્ધનગ્ન હાલતમાં યુવકની લાશ મળી!સામાન્ય રીતે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ડાયરામાં ઘોળ ઉડાડવાની પરંપરા રહી છે એટલેકે લોકો ડાયરામાં લોક સાહિત્યની વાતો પર અથવા તો ભજન કે કોઈ પણ વાત કે ભજન કે ગીતો માં કલાકારો પર રૂપિયાનો વરસાદ કરતા હોય છે. ત્યારે ગઈકાલે પણ જામકંડોરણા ના સાજડીયારી ગામમાં જે ગાયોના લાભાર્થે લોકડાયરો યોજાયો તેમાં પણ રૂપિયાનો વરસાદ જોવા મળ્યો હતો અને ખાસ કેબીનેટ પ્રધાન જયેશ રાદડિયા તેમજ દૂધ ની ડેરીના ચેરમેન ગોવિંદ રાણપરીયા પર રૂપિયાનો વરસાદ થયો હતો.

આ પણ વાંચો : રાજકોટ : 'હવે તું 18 વર્ષની થઈ જઈશ, તારા માતાપિતા પાસે જતી રહે', લાગણીશીલ યુવતીનો આપઘાત
First published: March 11, 2020, 8:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading