Videoમાં મેઘ કહેરના દૃશ્યો: જામનગરના દરેડનું ખોડિયાર મંદિર, ગોંડલનું અક્ષર મંદિર પાણીમાં ગરકાવ

News18 Gujarati
Updated: August 24, 2020, 5:50 PM IST
Videoમાં મેઘ કહેરના દૃશ્યો:  જામનગરના દરેડનું ખોડિયાર મંદિર, ગોંડલનું અક્ષર મંદિર પાણીમાં ગરકાવ
ગોંડલનું અક્ષર મંદિર અને જામનગરના દરેડનું ખોડિયાર મંદિર

સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો. સવારે 6થી બપોરે 12.00 વાગ્યા સુધીમાં ગોંડલમાં 6.2 ઇંચ ખાબકતાં ગોંડલી નદી બે કાંઠે

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં (gujarat) ચોમાસાએ ધમાકેદાર બેટિંગ બોલાવી છે. દરમિયાન 24મી ઑગસ્ટે (24 August gujarat rains) રાજ્યમાં સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. આ વરસાદના કારણે ગોંડલમાં (Gondal rains) સવારે 6.00 વાગ્યાથી બપોરે 12.00 વાગ્યા સુધીમાં રાજ્ય સરકારના આંકડા મુજબ 6.2 ઇંચ વરસાદ ખાબકતાં ગોંડલી (Flood in Gondali river) નદી બે કાંઠે થઈ હતી.

સૌરાષ્ટ્રમાં પડેલા સાંબેલાધાર વરસાદના કારણે ગોંડલનું અક્ષર મંદિર (Akshar temple of Gondal) અને જામનગરના દરેડમાં આવેલું ખોડિયાર મંદિર (khodiyar Temple of dared jamnagar) પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. પૂરનાં પાણી ફરી વળતા આ દેવસ્થાનોનો ડરામણો નજારો જોવા મળ્યો છે. જોકે, મોબાઇલના શૂટિંગમાં (Video of jamnagar and gondal flood) આ પૂરનાં દૃશ્યો કેદ થયા હતા.

આ પણ વાંચો :   મચ્છુ-2 ડેમનું પાણી ફરી વળતા મોરબી-કચ્છ હાઇવે બંધ કરાયો, બંને બાજુ વાહનોની લાંબી કતારો

સૌરાષ્ટ્રનાં આ બે દેવ સ્થાનો પાણીમાં ગરક થઈ જતા 'મેઘ કહેર'નો ચિતાર જોવા મળ્યો હતો. મોરબી જિલ્લામાં વહેલી સવારથી મેઘ મહેરબાન છે. આજે સવારે ભારે વરસાદ પડ્યો હતો. મોરબી જિલ્લામાં વહેલી સવારે બે કલાકમાં હળવદમાં 3 ઈંચ, મોરબીમાં 2 ઈંચ, ટંકારામાં પોણો ઈંચ, વાંકાનેર અને માળીયામાં અડધો ઈંચ વરસાદ નોંધોય છે. જ્યારે મોરબી જિલ્લાના ટંકારમાં છેલ્લા 24 કલાકમાં 10.8 ઇંચ વરસાદ નોંધાયો છે.



મચ્છુના પાણી હાઇવે પર ફરી વળ્યા

ત્યારે હાલ મળતી માહિતી પ્રમાણે, મચ્છુ 2 ડેમનો ધસમસતો પ્રવાહ હાઇવે પર ફરી વળ્યાં છે. જેના કારણે મોરબી કચ્છ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો :  સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના વણા ગામ પાસે બે તલાટી સહિત ત્રણ લોકો તણાયા, રેલવે ટ્રેક-હાઇવે પાણીમાં ગરકાવ

સવારે 6.12 વાગ્યા સુધીનો વરસાદ, સૌથી વધુ ગોંડલમાં ખાબક્યો

રાજ્યમાં છેલ્લા બે દિવસથી ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12.00 વાગ્.ા સુધઈમાં રાજ્યમાં 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદગ રાજકોટના ગોંડલમાં વરસ્યો છે. ગોંડલ તાલુકામાં 6 કલાકમાં ધમાકેદાર 6.2 ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે દેવભૂમિ દ્વારકામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે.

વરસાદના અન્ય સમાચારો વાંચવા નીચે આપેલી કહાણીઓ પણ જુઓ

સુરતઃ ઉકાઇમાંથી 1 લાખ 31 હજાર ક્યૂસેક પાણી છોડાયું, ડેમની સપાટી 333.24 ફૂટ

સુરતની મીઠી ખાડીએ ફરી દશા બગાડી, બીજી તરફ ફ્લડ ગેટ બંધ કરાતા ગટરીયા પૂરનું જોખમ
Published by: Jay Mishra
First published: August 24, 2020, 5:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading