Home /News /kutchh-saurastra /

રાજકોટમાં થશે વૈદિક હોળી યજ્ઞ, ગૌશાળા સ્વાવલંબી બનાવવા હોળીમાં 90 ટન ગોબર સ્ટિકનો થશે ઉપયોગ

રાજકોટમાં થશે વૈદિક હોળી યજ્ઞ, ગૌશાળા સ્વાવલંબી બનાવવા હોળીમાં 90 ટન ગોબર સ્ટિકનો થશે ઉપયોગ

રાજકોટમાં

રાજકોટમાં થશે વૈદિક હોળી યજ્ઞ, ગૌશાળા સ્વાવલંબી બનાવવા હોળીમાં 90 ટન ગોબર સ્ટિકનો થશે ઉપયોગ

હોળીના તહેવારમાં (Holi Festival)પર્યાવરણને નુકસાન ન થાય અને ગૌશાળા પણ સ્વાવલંબી બને તે માટે હવે ગૌશાળાના સંચાલક તેમજ પર્યાવરણપ્રેમીઓ આગળ આવ્યા છે. તેઓએ વૈદિક હોળી (Vedic Holi) યજ્ઞ હાથ ધર્યો છે.

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ (Rajkot): હોળીના તહેવારમાં (Holi Festival)પર્યાવરણને નુકસાન થાય અને ગૌશાળા પણ સ્વાવલંબી બને તે માટે હવે ગૌશાળાના સંચાલક તેમજ પર્યાવરણપ્રેમીઓ આગળ આવ્યા છે. તેઓએ વૈદિક હોળી (Vedic Holi) યજ્ઞ હાથ ધર્યો છે. જે અંતર્ગત ગૌશાળાના સંચાલકોએ 90 ટન ગોબર સ્ટિક બનાવી છે, અને 300થી વધુ હોળીના (Holi)આયોજકો સહિત સંચાલક મંડળોએ હોળીમાં લાકડાંને બદલે ગોબર સ્ટિકનો વપરાશ કરવાનો નિર્ણય કર્યો છે. આમ કરવાથી એક તો લાકડાં માટે વૃક્ષોનું નિકંદન નીકળશે નહિ અને બીજું ગોબર સ્ટિકનો (Stick)વપરાશ થવાને કારણે વાતાવરણ પણ શુદ્ધ બનશે.


    આ પણ વાંચો: રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રની પ્રથમ સ્કિન બેન્ક શરૂ થશે


    અંગે ગોપી ગીર ગુરુકુળ ગૌશાળાના સંચાલક દિલીપભાઈ સખિયાએ જણાવ્યું હતું કે, વૈદિક હોળી યજ્ઞની શરૂઆત છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવી છે. શરૂઆતમાં પહેલા વર્ષે 10 ટન ગોબર સ્ટિક બનાવી હતી. બીજા વર્ષે 80 ટન બનાવી અને વખતે 90 ટન ગોબર સ્ટિક બનાવી છે. ગોબર સ્ટિક બનાવવા માટે અંદાજિત છેલ્લા એક મહિનાથી તૈયારી ચાલતી હતી. ગોબર સ્ટિક બનાવવા માટે 7 માણસોએ સતત 28 દિવસ કામ કર્યું છે. માટે ગાયોના છાણને અલગ- અલગ સ્થળેથી એકત્રિત કર્યું હતું.

    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Festival, Holi, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन