LIVE NOW

LIVE: કચ્છને ધમરોળશે વાયુ વાવાઝોડું, NDRFની 10 ટીમ 19 જૂન સુધી તહેનાત રખાશે

gujarati.news18.com | June 14, 2019, 10:59 PM IST
facebook Twitter Linkedin
Last Updated June 14, 2019
auto-refresh

Highlights

અરબી સમુદ્વમાં ઉદ્ભવેલું વાયુ વાવાઝોડું હવે ગુજરાતનાં દરિયાકિનારે નહીં ટકરાય પરંતુ હવે તે દરિયાઇ માર્ગે ઓમાન તરફ ફંટાશે. વાવાઝોડાની દિશા બદલાઇ છે તેમ છતાંય ગુજરાત પર હજુય ખતરો મંડરાયેલો રહ્યો છે . રાજ્યનાં દરિયાકાંઠે આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના લીધે સરકારે આ બાબતની ગંભીરતા લઇને વધુ 48 કલાક સુધી હાઇએલર્ટ યથાવત રાખ્યુ છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૃપાણી વાવાઝોડાની પરિસ્થિતીનુ સ્ટેટ ઇમરજન્સી રિસોપન્સ સેન્ટર પરથી સતત મોનીટરીંગ કરી રહ્યાં છે. તેમણે ઝીરો કેજ્યુલીટી સાથે સમગ્ર તંત્રને જયાં સુધી વાવાઝોડાનો ખતરો ટળે નહી ત્યાં સુધી ખડેપગે રહેવા આદેશ આપ્યો છે.
6:48 pm (IST)

વાયુ વાવાઝોડાની આગાહી અને ચાલુ વરસાદ પવન દરમ્યાન આરોગ્ય વિષયક અગમચેતીનાં ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લાનાં આરોગ્ય વિભાગ દ્વારા દરીયાકાંઠાનાં ૪૭ ગામો સહિતનાં વિસ્તારોમાં ૨૪૬ આરોગ્ય કર્મચારીની ૮૨ ટીમ બનાવી સ્થળાંતરિત કરેલ ૧૪૨ જગ્યાઓ પર રોજ સવાર અને સાંજના સમયે વાહન સાથે ડોકટર દવા સાથે જઇને ૫૬૭ વ્યક્તિઓને આરોગ્ય સેવા પુરી પાડી હતી અને આ જગ્યાઓમાં કોલોરીનેશન તપાસેલ અને જરૂરી દવાની કીટ આપવામાં આવી હતી. ઉપરાંત એક આરોગ્ય સ્ટાફને છાવણી વાળી જગ્યાએ સ્ટેન્ડબાય રાખેલ હતા. તેમજ જિલ્લાકક્ષાએ કંટ્રોલરૂમ પર પાંચ ઇમરજન્સી ટીમ તથા તાલુકામથકની ઇમરજન્સી ટીમને જુદા-જુદા વિસ્તારમાં મોનીટરીંગ કરેલ હતું અને રોગચાળો ન ફેલાય તેની પુરી તકેદારી રાખવામાં આવેલ હતી.

Load More