'વાયુ' વાવાઝોડાના પગલે 21 ટ્રેન રદ, બે સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઇ

News18 Gujarati
Updated: June 12, 2019, 4:25 PM IST
'વાયુ' વાવાઝોડાના પગલે 21 ટ્રેન રદ, બે સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઇ
ઓખા રેલવે સ્ટેશનની તસવીર

'વાયુ' વાવાઝોડાના પગલે વાહન વ્યવહાર ઉપર પણ અસર થઇ રહી છે. વધારે નુકસાન ન થાય અને મુસાફરો ફસાઇ ન જાય તે માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારને અસર કરતી ટ્રેનોને દર કરવામાં આવી છે.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટઃ 'વાયુ' વાવાઝોડાના પગલે વાહન વ્યવહાર ઉપર પણ અસર થઇ રહી છે. વધારે નુકસાન ન થાય અને મુસાફરો ફસાઇ ન જાય તે માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારને અસર કરતી ટ્રેનોને દર કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સાંજે છ વાગ્યાથી લઇને 14 જૂન સુધી ટ્રેનોને રદ કરવામાં આવી છે. જેમાં વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર, ભૂજ, ગાંધીધામ જતી પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોને રદ કરવામાં આવી છે.

આ ઉપરાંત જુનાગઢ મીટરગેજની તમામ ટ્રેન રદ કરવાાં આવી છે. જુનાગઢથી અમરેલી દેલવાડા રૂટ ઉપર દોડતી ટ્રેનોને બંધ કરવામાં આવી છે. આમ વાયુ વાવાઝોડના પગલે 21 ડેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત બે સ્પેસિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ઓખાથી રાજકોટની ટ્રેન સાંજે 5.45થી ઉપડશે. અને ઓખાથી અમદાવાદ આજે બુધવારે રાત્રે 8.5 વાગ્યે ઉપડશે.

કઇ ટ્રેન રદ કરવામાં આવી

1- 15636 રાજકોટ- ઓખા ટ્રેન
2- 19251 સોમનાથ- ઓખા ટ્રેન
3- 19525 ઓખા- સોમનાથ ટ્રેન4- 59207 ભાવનગર-ઓખા ટ્રેન
5-59208 ઓખા-ભાવનગર ટ્રેન
6-12906 હાવડા-પોરબંદર ટ્રેન
7-22906 હાપા-ઓખા ટ્રેન
8- 12905 પોરબંદર-હાવડા ટ્રેન
9-11464 જબલપુર-સોમનાથ ટ્રેન
10-11463 સોમનાથ-જબલપુર ટ્રેન
11-
19319 વેરાવળ-ઇન્દોર ટ્રેન
12- 22957 અમદાવાદ- વેરાવળ ટ્રેન
13-12971 બાન્દ્રા ટર્મિનલ-ભાવનગર ટ્રેન
14- 19203 ગાંધીનગર-ભાવનગર ટ્રેન
15- 19015 મુંબઇ સેન્ટ્રલ- પોરબંદર ટ્રેન
16- 19201 સિકંદ્રાબાદ- પોરબંદર ટ્રેન
17- 19115 દાદર- ભુજ ટ્રેન
18- 22955 બાન્દ્રા-ભુજ ટ્રેન
19- 22903 બાન્દ્રા- ભુજ ટ્રેન
20- 16336

નાગરકોઇલ-ગાંધીધામ ટ્રેન
21- 14321 બરેલી-ભુજ ટ્રેન
First published: June 12, 2019, 3:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading