ખેડૂતો ધ્યાન આપો! વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના તમામ યાર્ડ બંધ

News18 Gujarati
Updated: June 12, 2019, 5:42 PM IST
ખેડૂતો ધ્યાન આપો! વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના તમામ યાર્ડ બંધ
ફાઇલ તસવીર

ખેડૂતોને માલ-સામાન લઈને યાર્ડમાં ન આવવા અપીલ, હવામાન વિભાગ જાહેરાત ન કરે ત્યાં સુધી યાર્ડ બંધ રહેશે.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ : 'વાયુ' વાવાઝોડાને કારણે કોઈ નુકસાન ન થાય તેને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના તમામ યાર્ડો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ગુજરાતના દરિયાકિનારે વાયુ વાવાઝોડાની અસરને ધ્યાનમાં લઈ સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ બંધ રહેશે. હવામાન વિભાગ કોઈ જાહેરાત ન કરે ત્યાં સુધી યાર્ડો બંધ જ રહેશે. તોફાની વરસાદમાં ખેડૂતોનો માલ ન બગડે અને ખેડૂતોએ કોઈ પરેશાની ન ઉઠાવવી પડે તે માટે સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશન તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ એસોસિએશન તરફથી ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે યાર્ડમાં શુક્રવાર સુધી કોઈ માલ લઈને યાર્ડમાં ન આવે.

પીજીવીસીએલની 634 ટીમ તૈયાર

વાયુ વાવાઝોડાને પગલે PGVCL એલર્ટ પર છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ 634 ટીમ તહેનાત કરવામાં આવી છે. એક ટીમમાં એક એન્જીનિયર, 4 લાઈનમેન અને 4 મજૂર મળી કુલ 9 લોકોનો સમાવેશ થાય છે. પીજીવીસીએલ ઉપરાંત ડીજીવીસીએલ, યુજીવીસીએલ અને એમજીવીસીએલની 49 ટીમો પણ બોલાવવામાં આવી છે. તમામ 49 ટીમોને ઉના, વેરાવળ અને સોમનાથ તરફ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વધારે અસર વર્તાવાની શક્યતાઓ હોય ત્યાં 8500 પોલ મોકલવામાં આવ્યા છે. પીજીવીસીએલમાં કુલ 45 ડિવિઝન અને 70 સબડીવીઝન આવેલા છે. 45 પૈકી 14 ડિવિઝન અસરકારક થવાની શકયતા છે. વાવાઝોડા દરમિયાન કંટ્રોલ રૂમ અને કસ્ટમર કેર 24 કલાક ચાલુ રહેશે.

10 જિલ્લામાંથી 1,64,090 લોકોનું સ્થળાંતર

સૌરાષ્ટ્ર-કચ્છના 10 જિલ્લામાંથી બુધવારે સાંજે 4 વાગ્યા સુધી 1,64,090 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મોરબી- 4387, ભાવનગર- 23267, જૂનાગઢ- 16013, ગીર-સોમનાથ- 18058, જામનગર- 11653, દેવભૂમિ-દ્વારકા- 28490, કચ્છ- 17982, પોરબંદર- 19998, રાજકોટ -3436, અને અમરેલીમાં 20806 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
First published: June 12, 2019, 4:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading