'વાયુ'ની અસર : સૌરાષ્ટ્રના એરપોર્ટ બંધ કરાયા, STના કર્મીઓની રજા રદ

News18 Gujarati
Updated: June 12, 2019, 12:47 PM IST
'વાયુ'ની અસર : સૌરાષ્ટ્રના એરપોર્ટ બંધ કરાયા, STના કર્મીઓની રજા રદ
ફાઇલ તસવીર

સુરત એરપોર્ટ પર આવતી ફ્લાઇટોને અમદાવાદ અને મુંબઈમાં ડાયવર્ટ કરવામાં આવી છે.

  • Share this:
મયુર માંકડિયા/સંજય ટાંક, અમદાવાદ : 'વાયુ' વાવાઝોડાની અસરને પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રમાં આવેલા એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ મુંબઈ વચ્ચેની કેટલીક ફ્લાઇટો પણ રદ કરવામાં આવી શકે છે. બુધવારે ફ્લાઇટો રદ કરવાને મામલે એરપોર્ટ ઓથોરિટી અને હવામાન વિભાગ વચ્ચે એક બેઠક મળી હતી. જે બાદમાં ફ્લાઇટો રદ કરવાને લઈને અંતિમ નિર્ણય લેવામાં આવશે.

સંભવિત વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રના જામનગર, દીવ, કંડલા, પોરબંદર, રાજકોટ સહિતના એરપોર્ટને બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરત એરપોર્ટ પર આવતી ફ્લાઇટોને અમદાવાદ અને મુંબઈમાં ડાયવર્ટ કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એસટીના કર્મચારીઓની રજા રદ

'વાયુ' વાવાઝોડાને પગલે એસટી તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે એસટીના તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. દરિયાકાંઠા સહિત તમામ 125 ડેપો પર ડ્રાઇવર કંડક્ટર સ્ટાફને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. તમામ ડેપો પર વધારાની 25-25 બસો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. એસ.ટી. નિગમના કંટ્રોલ રૂમ પરથી તમામ ગતિવિધિઓની દેખરેખ રાખવામાં આવી રહી છે.

એસટીની 8,300 બસોનું GPSથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. 16 ડિવિઝનના કમાન્ડ કંટ્રોલથી સીસીટીવીથી લાઈવ મોનિટિરિંગ કરવામાં આવી રહ્યું છે. વાવાઝોડાથી કોઈ અફત સર્જાય તો અસરગ્રસ્તોને બસ દ્વારા રાહત કેન્દ્ર સુધી પહોંચાડવાની સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાથી અસરગ્રસ્તોને રાહત સામગ્રી પહોંચાડવા માટે પણ બસોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
First published: June 12, 2019, 12:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading