રાજકોટ : દીકરીનાં લગ્ન માટે ઉછીનાં લીધેલા રૂપિયાની  વ્યાજખોર કરી રહ્યાં હતા પઠાણી ઉઘરાણી, થઇ ધરપકડ


Updated: June 22, 2020, 7:55 AM IST
રાજકોટ : દીકરીનાં લગ્ન માટે ઉછીનાં લીધેલા રૂપિયાની  વ્યાજખોર કરી રહ્યાં હતા પઠાણી ઉઘરાણી, થઇ ધરપકડ
વ્યાજખોર દુષ્યંતસિંહ

વ્યાજખોર દુષ્યંતસિંહ દ્વારા મહેન્દ્રભાઈ પાસે ઊંચા વ્યાજે પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી.

  • Share this:
રાજકોટ : હાલ વ્યાજખોરોના ત્રાસના કિસ્સાઓ વધી રહ્યા છે. વ્યાજખોરો કોઈ પણ ધિરાણ લાઇસન્સ વગર જ ઊંચા વ્યાજે પૈસા ઉછીના આપતા હોય છે અને બાદમાં મૂળ રકમના અનેક ગણા રૂપિયા વસૂલતા હોવાના અને ધાકધમકી આપતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. રાજકોટના રેલવેમાં નોકરી કરતા અને કોઠી કમ્પાઉન્ડમાં રહેતા મહેન્દ્રભાઈએ તેની પુત્રીના લગ્ન માટે વર્ષ 2018 માં ફાઇનાન્સનો ધંધો કરતા દુષ્યંતસિંહ ઠાકુર પાસેથી 3 લાખ 20 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જે બાદમાં વ્યાજખોર દુષ્યંતસિંહ દ્વારા મહેન્દ્રભાઈ પાસે ઊંચા વ્યાજે પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી.

ફક્ત ઊંચા વ્યાજે પઠાણી ઉઘરાણી જ નહીં પણ મહેન્દ્રભાઈ પાસે લખાણ પણ કરાવી લીધું હતું અને ધાક ધમકી આપી હતી. મહેન્દ્રભાઈ દ્વારા આખરે ક્રાઇમબ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વ્યાજખોરે મહેન્દ્રભાઈના ઘરે જઈને પણ ધમાલ મચાવી હોવાનું પણ સામે આવ્યું છે. જે રીતે વ્યાજખોરોના આતંક વધ્યા હતા પરંતુ લૉકડાઉનને કારણે વ્યાજખોરો પણ ઉઘરાણી કરતા ન હતા. પરંતુ લૉકડાઉન બાદ જે રીતે એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો - રાજ્યના વાતાવરણમાં પલટો, માંડવીમાં સાડા છ ઈંચ જ્યારે રાણાવાવમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો

આ પણ જુઓ - 

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા દંપતીએ પણ વ્યાજખોરો ના ત્રાસથી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. થોડા દિવસ પહેલા પોલીસ કમિશર ઓફીસ બહાર એક વ્યક્તિએ દવા પીને આપઘાતનો પ્રયત્ન કર્યો હતો.
First published: June 22, 2020, 7:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading