ઈરાન-અમેરિકા વચ્ચેના ઘર્ષણને કારણે રાજકોટના ઉદ્યોગો પર 'પડ્યા પર પાટું' જેવી સ્થિતિ!


Updated: January 10, 2020, 12:06 PM IST
ઈરાન-અમેરિકા વચ્ચેના ઘર્ષણને કારણે રાજકોટના ઉદ્યોગો પર 'પડ્યા પર પાટું' જેવી સ્થિતિ!
ઈરાન, અમેરિકાન ઓર્ડર અટકી પડ્યા, ફર્નિશ આઇલ ઉપરાંત સ્ટીલ અને અન્ય રો-મટિરિયલ્સ પણ મોંઘા થયા

ઈરાન, અમેરિકાન ઓર્ડર અટકી પડ્યા, ફર્નિશ આઇલ ઉપરાંત સ્ટીલ અને અન્ય રો-મટિરિયલ્સ પણ મોંઘા થયા

  • Share this:
રાજકોટ : એક તરફ ઈરાન અને અમેરિકા વચ્ચે તંગદિલી (US-Iran Conflict)નો માહોલ જોવા મળી રહ્યો છે જેની સીધી અસર રાજકોટ (Rajkot)ના ઉદ્યોગો પર પડી છે. રાજકોટના ઔદ્યોગિક એકમો (Rajkot Industries)ને ઈરાન (Iran) અને અમેરિકા (America)થી મળતા ઓર્ડર કામચલાઉ પૂરતા અટકી ગયા છે. ફોર્જિંગમાં જે ફર્નિશ ઓઈલનો વપરાય છે તેના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઓઈલના ભાવમા લિટરે દોઢ રૂપિયાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ સ્ટીલ (Steel) અને અન્ય રો-મટિરિયલ્સ (Raw Materials) પણ મોંઘા થયા છે.

રાજકોટથી ઈરાન (Iran), ઈરાક (Iraq)અને અમેરિકા (America)માં એગ્રિકલ્ચરના સાધનો (Agriculture Parts), ડીઝલ એન્જિન (Diesel Engine), સબમર્શિબલ પંપ, સેન્ટ્રલ ફ્યૂલપંપ એક્સપોર્ટ (Export) થાય છે. છેલ્લા કેટલાક દિવસથી ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ નિર્માણ પામી છે જેને કારણે આ બધા સેગમેન્ટના વેપારમાં અસર આવી છે. ત્યાંના ઉદ્યોગકારો તરફથી ઓર્ડર આવતો બંધ થઈ ગયો છે.

બીજી તરફ, ઉદ્યોગકારો કોઈ સાહસ કે જોખમ લેવા તૈયાર નથી થતા. ઉત્પાદન હાલ પૂરતું ઘટી ગયું હોવાનું ઉદ્યોગકારો તરફથી જાણવા મળી રહ્યું છે. એક તરફ મંદીનો દોર ચાલુ છે અને નાના તેમજ મધ્યમ ઉદ્યોગો મૃતપાય થઈ રહ્યા છે, આવા સમયે ઈરાન અમેરિકાને લઈને રાજકોટના ઉદ્યોગોને પડ્યા પર પાટુ માર્યા જેવી સ્થિતિ થઈ ચૂકી છે.

આ પણ વાંચો, રાજકોટ આયુષ્યમાન કાર્ડ કૌભાંડ: 9000 નકલી કાર્ડ બન્યા, 21 કર્મચારી સસ્પેન્ડ કરાયા
First published: January 10, 2020, 11:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading