ખેડૂતો મુશ્કેલીમાં : વરસાદની આગાહી છતાં રાજકોટ યાર્ડમાં મગફળીને ઢાંકવાની વ્યવસ્થા નહીં

News18 Gujarati
Updated: December 4, 2019, 11:56 AM IST
ખેડૂતો મુશ્કેલીમાં : વરસાદની આગાહી છતાં રાજકોટ યાર્ડમાં મગફળીને ઢાંકવાની વ્યવસ્થા નહીં
વરસાદના જોખમથી ખેડૂતો ચિંતામાં મૂકાયા.

બુધવારાથી બે દિવસ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જો વરસાદ આવશે તો રાજકોટ યાર્ડમાં ખુલ્લામાં રહેલો મગફળીનો મોટો જથ્થો પલળી જશે.

  • Share this:
રાજકોટ : અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સર્જાતા સૌરાષ્ટ્રમાં બે દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યકત કરવામાં આવી છે. એક તરફ કમોસમી વરસાદની આગાહી છે તો બીજી તરફ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મોટા જથ્થામાં મગફળીનો જથ્થો ખુલ્લામાં રાખવામાં આવ્યો છે. જો કમોસમી વરસાદ પડશે તો મગફળીની લાખો ગુણી પાણીમાં પલળી જશે, આ રીતે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે.

રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં મંગળવારે એક લાખ જેટલી મગફળીની ગુણીની આવક થતા મગફળીનો જથ્થો ખુલ્લામાં રાખવાની પરિસ્થિતિ સર્જાઈ છે. હવે જો વરસાદ પડશે તો આ મગફળીમાં ભેજનું પ્રમાણ વધુ આવશે અને પલળેલી મગફળીના ભાવ પણ ખેડૂતોને ઓછા મળશે. વરસાદની આગાહી છતાં યાર્ડના સત્તાધીશો દ્વારા મગફળી પર તાલપત્રી ઢાંકવાની કે અન્ય કોઈ વ્યવસ્થા કે આ અંગેની જાહેરાત કરવામાં આવી નથી.ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે પણ રાજકોટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલી મગફળીને ભારે નુકસાન થયું હતું. આ વખતે પણ જો વરસાદ પડશે તો મોટા જથ્થામાં મગફળી પલળી જશે અને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે.

રાજકોટ બેડી યાર્ડમાં મગફળી સહિતના માલ ઉતારવા માટે કોઈ પ્લેટફોર્મની વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોએ પોતાનો માલ ખુલ્લામાં રાખવાની ફરજ પડી છે. યાર્ડના ખેડૂતો તેમજ દલાલ આગેવાનોના મત મુજબ કેન્દ્ર સરકાર દ્વારા 25 કરોડની મંજૂર થયેલી સબસીડી રિલિઝ કરવામાં આવે તો યાર્ડમાં પતરાના શેડની વ્યવસ્થા થઈ શકે છે. હાલ તો યાર્ડમાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
First published: December 4, 2019, 11:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading