રાજકોટ: તરખા શીખવવાના બહાને બે સગીર પિતરાઈ પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

News18 Gujarati
Updated: October 14, 2020, 11:27 AM IST
રાજકોટ: તરખા શીખવવાના બહાને બે સગીર પિતરાઈ પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
પ્રતિકાત્મક તસવીર

પોલીસે બે સગીર પિતરાઈ પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર બંને આરોપીની ધરપકડ કરીને જાહેરમાં સરભરા કરી.

  • Share this:
રાજકોટ: રાજકોટમાં બે સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે. આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન (University Police Station) ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બંને પીડિત સગીરોને આરોપીએ તરતા શીખવવાના બહાને પાણીના ખાડા પાસે લઈ ગયા હતા. જે બાદમાં બંને સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાદ બંને સગીર આઘાતમાં સરી પડ્યા હતા અને છેલ્લા સાત દિવસથી ગુમસૂમ રહેવા લાગ્યા હતા. પરિવારના ધ્યાને આ વાત આવતા બંને સગીર (Teenager)ની પૂછપરછ કરી હતી ત્યારે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની વાત સામે આવી હતી. જે બાદમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે પ્રશાંત સોલંકી (Prashant Solanki) અને કિરણ સોલંકી (Kiran Solanki) નામના બે યુવકની ધરપકડ કરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતા 11 અને 13 વર્ષના બે પિતરાઈને બે શખ્સો ફોસલાવીને તરતા શીખવવાના બહાને પાણીના ખાડા પાસે લઈ ગયા હતા. અહીં બંને પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. પીડિત બાળકના પિતાએ ફરિયાદમાં પ્રશાંત સુરેશ સોલંકી અને કિરણ રમેશ સોલંકીનું નામ આપ્યું છે. બંને આ વિસ્તારમાં લુખ્ખાગીરી કરતા હોવાનું માલુમ પડ્યું છે. આ ઉપરાંત બંનેએ આ વિસ્તારના અન્ય બાળકોને પણ પોતાનો શિકાર બનાવ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે બંનેની ધરપકડ કરીને જાહેરમાં જ સરભરા કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદના ડૉક્ટરને ધમકી, '10 લાખ રૂપિયા આપી દે, નહીં તો હું જોઉં છું તારી હૉસ્પિટલ કેમ ચાલે છે'

આ રીતે ફૂટ્યો ભાંડો

અઠવાડિયા પહેલા થયેલા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાદ એક બાળક ગુમસૂમ રહેવા લાગ્યો હતો. આ વાત બાળકની માતાના ધ્યાનમાં આવી હતી. જે બાદમાં તેણીએ તેના પતિને વાત કરી હતી. બંનેએ પૂછપરછ કરતા બાળકે આ વિશે તેના પિતરાઇને પૂછવા કહ્યું હતું. આ મામલે બાળકના માતાપિતાએ જ્યારે તેના ભત્રીજાની પૂછપરછ કરી ત્યારે તેણે સાત દિવસ પહેલા તેમની સાથે થયેલી હેવાનીયત વિશે જાણકારી આપી હતી. આ વાત સાંભળીને તમામના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
બાળકોએ જણાવ્યું હતું કે બંને આરોપીએ તેમને બાઇક પર બેસાડીને રૈયાધારના પાણીના ખાડા પાસે લઈ ગયા હતા. બંનેએ તેમને તરતા શીખવવાનું કહ્યું હતું. અહીં બંનેના પેન્ટ ઉતારીને તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધને કૃત્ય આચરવામાં આવ્યું હતું. એવી પણ માહિતી મળી છે કે આ બંને આરોપી બાળકોને આઠવાડિયામાં બે અલગ અલગ જગ્યા પર લઈ ગયા હતા અને તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. બંનેએ બાળકોને ધમકાવીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
Published by: Vinod Zankhaliya
First published: October 14, 2020, 11:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading