કચ્છ-સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ, મોરબી-ભુજમાં વીજળી પડવાથી બેના મોત, હજી ભારે વરસાદની આગાહી

News18 Gujarati
Updated: October 19, 2020, 12:40 AM IST
કચ્છ-સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ, મોરબી-ભુજમાં વીજળી પડવાથી બેના મોત, હજી ભારે વરસાદની આગાહી
ભારે વરસાદ

ભુજ અને મોરબીમાં વીજળી પડવાથી બે વ્યક્તિના મોત થયા છે જ્યારે ઉપલેટમાં વીજળી પડવાથી બે લોકો ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા છે.

  • Share this:
અમદાવાદઃ લાંબા વિરામ બાદ વરસાદની આગાહી વચ્ચે કચ્છ અને સૌરાષ્ટ્રમાં (kutch-Saurashtra) સાર્વત્રિક વરસાદ (rain) ખાબક્યો હતો. સાથે સાથે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. જોકે, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો હતો. બપોર બાદ ગોંડલ પંથકમાં વાતાવરણમાં પલટો થયા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે રાજકોટમાં પણ ધોમમાર વરસાદના પગલે એક કલાકમાં સરેરાશ 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

રવિવારે બપોરે બાદ માળિયા મિયાણાના મંદરકી ગામે વીજળી પડતા મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે ભુજમાં પણ વીજળી પડવાથી વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત ઉપલેટા તાલુકાના મેરવદર ગામે વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં બે લોકો ઘાયલ થયા હતા અને તેમને ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

માળિયામાં વીજળી પડતા મહિલાનું મોત

રવિવારે બપોર બાદ વીજળીના કડાકા ભડાકા વચ્ચે શરૂ થયેલા વરસાદથી વાતાવરણ દરામણું બની ગયું હતું આ દરમિયાન માળીયા મિયાણા મંદરકી ગામે વીજળી પડતા સવિતાબેન હરિભાઈ અગેચણિયા નામની મહિલાનું મોત નિપજ્યું હતું.તો.વાવડી ગામમાં એક મકાનનીં છત અને રંગપર ગામમાં એક મંદિરમાં વીજળી પડી જાનહાની થઇ ન હતી.

આ પણ વાંચોઃ-જો તમારી પાસે આવી 10 રૂપિયાની નોટ તો આજે મળશે રૂ.25,000, ઘરે બેઠા કરો આ કામ

આ પણ વાંચોઃ-અમદાવાદી કેદીની અનોખી સિદ્ધિ, 8 વર્ની જેલમાં મેળવી 31 ડિગ્રીઓ, કોણ છે આ કેદી અને શું કર્યો હતો ગુનોં?કચ્છમાં ત્રીજા દિવસે વરસાદ
સૌરાષ્ટ્રની સાથોસાથ કચ્છમાં પણ આજે ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કચ્છના લખપત, પાનધ્રો, માતાના મઢ, દયાપર, મિઢિયારી સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો હતો. અબડાસાના તેરા, બીટા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. નખત્રાણાના નેત્રા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. સતત વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ તહેવારો છતાં સપ્તાહમાં Gold-Silverના ભાવમાં થયો ઘટાડો, દિવાળી સુધી કેવું રહેશે વલણ?

ગોંડલ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
આજરોજ ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો વહેલી સવારથી અસહ્ય ગરમી તેમજ બફારા બાદ બાદ મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગોંડલ તાલુકાના બંધિયા ગામમાં 3.5થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગોંડલ શહેરમાં અંદાજે 1.5 ઇંચ પણ વધુ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકશાનીની ભીતિ વર્તાઈ રહી છે. ખેડૂતોના કપાસ, મગફળી, મરચી સહિતના ખેત પેદાશોને નુકશાનની ભીતિ વર્તાઈ રહી છે અને જગતનો તાત ક્યાંક ને ક્યાંક ચિંતામાં મૂકાયો છે તેવું લાગી રહ્યું છે.

મોરબીમાં દિવસભરમાં એક ઇંચ વરસાદ
રવિવારે વહેલા પરોઢિયે અને બપોર બાદ ફરીવાર મેઘરાજાએ દસ્તક દીધી હતી અને તેજ પવન વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી ગયો હતો. અચાનક થયેલા વરસાદને પગલે મોરબી શહેરમાં તમામ રોડ રસ્તા અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના શાક માર્કેટ વિસ્તાર, રવાપર રોડ, માધાપર વિસ્તાર, નેહરુગેટ ચોક, પરાબજાર ગાંધી ચોક સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા. મોરબીમાં રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં 29 મીમી અને ટંકારામાં 8 મિમી વરસાદ નોંધાયો હતો. જો કે, અન્ય તાલુકામાં ભારે પવન ફૂંકાયો હતો.ઉત્તર ગુજરાતમાં પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ
વરસાદની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના સાબારકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતી સર્જાઈ હતી.
Published by: ankit patel
First published: October 19, 2020, 12:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading