રાજકોટઃ છેલ્લા છ દિવસથી સાર્વત્રિક વરસાદ, તમામ ડેમ ઓવરફ્લો

News18 Gujarati
Updated: September 8, 2019, 4:15 PM IST
રાજકોટઃ છેલ્લા છ દિવસથી સાર્વત્રિક વરસાદ, તમામ ડેમ ઓવરફ્લો
પ્રતિકાત્મક તસવીર

રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા છ દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રાજકોટ શહેર અને જિલ્લાના ભાદર ડેમને બાદ કરતા તમામ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા છ દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રાજકોટ શહેર અને જિલ્લાના ભાદર ડેમને બાદ કરતા તમામ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. કેટલાક ડેમો તો અત્યાર સુધીમાં ત્રણ ત્રણ વાર ઓવરફ્લો થઈ ચૂક્યા છે. રાજકોટ નો આજી ડેમ છેલ્લા છ દિવસથી ઓવરફ્લો થઈ રહ્યો છે. ત્યારે ઉપલેટાના ગધેથડ ગામ પાસે આવેલ વેણુ ડેમ ઓવરફ્લો થતા વેણુ ડેમના બે પાટીયા હાલ ખોલવામાં આવ્યા છે. તો સાથે જ ડેમવાસ હેઠળ ના આવેલ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.

તો સાથે જ નદી કિનારાના વિસ્તાર બાજુ ન જવા સૂચના પણ આપવામાં આવી છે. જે રીતે આ વર્ષે સૌરાષ્ટ્ર પર મેઘ મહેર જોવા મળી છે. તેના કારણે જગતનો તાત ખુશખુશાલ થયો છે. તો આ વર્ષે રવીપાક મબલક પ્રમાણ માં થશે તેવી સૌ કોઈ આશા સેવી રહ્યું છે.

આ પણ વાંચોઃ-મહુવા પંથકમાં સાંબેલાધાર વરસાદ, ભાદ્રોડી નદીમાં પુર આવતાં 10 ગામોનો સંપર્ક તૂટ્યો

ક્યાં ડેમમાં કેટલું પાણી

ભાદર 1 ડેમમાં 29.40 ફૂટ પાણી
ઓવરફ્લો થવામાં 4.60 ફૂટ બાકીઆજી 1 ડેમમાં 29 ફૂટ પાણી
છેલ્લા 6 દિવસથી ઓવરફ્લો થઈ રહ્યો છે
આજી 2 ડેમમાં 30.10ફૂટ પાણી
ન્યારી 1 ડેમમાં 25.10 ફૂટ પાણી
ન્યારી 2 ડેમમાં 20.70 ફૂટ પાણી
ગોંડલી ડેમમાં 30.20 ફૂટ પાણી
વાછપરી ડેમમાં 18 ફૂટ પાણી
ભાદર 2 ડેમ 25.10ફૂટ પાણી સાથે ઓવરફ્લો
First published: September 8, 2019, 4:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading