રાજકોટ : લક્ષ્મીનગર નાલાની જગ્યાએ અંડરબ્રિજ બનાવવાનું કામ શરૂ, 111 ઝૂપડાં હટાવાયા


Updated: March 3, 2020, 2:05 PM IST
રાજકોટ : લક્ષ્મીનગર નાલાની જગ્યાએ અંડરબ્રિજ બનાવવાનું કામ શરૂ, 111 ઝૂપડાં હટાવાયા
અંડરબ્રિજ માટે 111 ઝૂંપડા હટાવવામાં આવ્યા.

111 ઝૂંપડાઓને હટાવી દેવામાં આવ્યા, ઝૂંપડામાં રહેતા લોકોના કહેવા પ્રમાણે તેમને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં નથી આવી.

  • Share this:
રાજકોટ : શહેરમાં લક્ષ્મીનગર નાલાની જગ્યાએ અંડરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ અંડરબ્રિજ બનાવવાની આસપાસની જગ્યાએ જે દબાણો ઊભા થઈ ગયા છે તે દબાણો તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી.

કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેમજ ઘર્ષણ ન થાય તેના ભાગરૂપે સ્થાનિક પોલીસ તેમજ એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાથે જ આરપીએફના જવાનો તેમજ રેલવેના અધિકારીઓનો સ્ટાફ, pgvclનો સ્ટાફ તેમજ મહાનગર પાલિકાનો સ્ટાફ ડિમોલિશનની કામગીરી દરમિયાન હાજર રહ્યો હતો.કુલ 111 ઝૂંપડાઓને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. 111 ઝૂપડાંઓમાં 500થી વધુ લોકો રહે છે. આ ઝૂંપડામાં રહેતા લોકોએ મ્યુનિસિપલ કમિશનર તેમજ કલેક્ટર પાસે વૈકલ્પિક જગ્યાઓની માગણી અર્થે અનેકવાર રજૂઆત કરી છે. છતાં આજ દિવસ સુધી તેમને કોઈપણ જાતની વૈકલ્પિક જગ્યા ફાળવવામાં નથી આવી.આ કારણે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનો રોષ પણ જોવા મળ્યો હતો. ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોએ જણાવ્યું હતું કે, અમને ઝૂંપડપટ્ટી છોડીને જવામાં કોઇ જ વાંધો નથી. અમે કલેક્ટર રેમ્યા મોહન, મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલ તેમજ પશ્ચિમ રેલવે રાજકોટના ડી.આર.એમને પણ વૈકલ્પિક જગ્યા આપવા માટે અનેક વખત રજુઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા આજ દિવસ સુધી અમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવી નથી. અમારા ઝૂંપડામાં રહેલો સામાન તેમજ અમારા નાનાં નાનાં બાળકોને લઈને હવે ક્યાં વસવાટ કરવો તે સૌથી મોટો પ્રશ્ન છે.
First published: March 3, 2020, 2:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading