રાજકોટઃ બેકાબૂ કારે 71 વર્ષીય વૃદ્ધને ટક્કર મારી હવામાં ઉછાળ્યા, રુંવાડા ઊભા થઈ જાય એવો જુવો CCTV વીડિયો

રાજકોટઃ બેકાબૂ કારે 71 વર્ષીય વૃદ્ધને ટક્કર મારી હવામાં ઉછાળ્યા, રુંવાડા ઊભા થઈ જાય એવો જુવો CCTV વીડિયો
સીસીટીવી પરની તસવીર

શહેરમાં બનેલા અકસ્માતના બે બનાવોમાં ત્રણ જેટલી વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હોવાનું પણ સામે આવ્યું છે.

  • Share this:
રાજકોટ: શહેરમાં બુધવારના રોજ અકસ્માતના (Accident) બે બનાવો સામે આવ્યા છે. ત્યારે શહેરમાં બનેલા અકસ્માતના બે બનાવોમાં ત્રણ જેટલી વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે બંને ઘટનાઓના વીડિયો (video viral) હાલ સોશિયલ મીડિયામાં (social media) વાયરલ થઇ રહ્યા છે.

રાજકોટ શહેરના પંચવટી સોસાયટી પાસે આવેલા સતનામ હોસ્પિટલ વાળા રોડ પર અકસ્માતનો એક બનાવ સામે આવ્યો હતો. જે અકસ્માતના બનાવમાં 71 વર્ષીય વૃદ્ધ ધીરજલાલ જેઠવાને એક કારે ટક્કર મારી હતી. જેના કારણે નિવૃત તલાટીમંત્રી ધીરજલાલ જેઠવાને તાત્કાલિક અસરથી નજીકની જલારામ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થવા પામ્યો છે. ત્યારે હાલ બનાવનાર સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.



ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ઈજાગ્રસ્ત થયેલા ધીરજલાલ જેઠવાના પુત્ર કૌશિક જેઠવાએ જણાવ્યું હતું કે, પંચવટી સોસાયટીના બાજુમાં આવેલા પંચરત્ન સોસાયટી શેરી નંબર ત્રણમાં મારા પિતા પરિવાર સાથે રહે છે ત્યારે બપોરના અંદાજિત બારેક વાગ્યા આસપાસ તેઓ માસ્ક લેવા માટે પ્લેઝર લઈ સતનામ હોસ્પિટલ વાળા રોડ પર નીકળ્યા હતા. ત્યારે સૌ પ્રથમ તેમણે રોડની એકબાજુ પોતાનો પ્લેઝર પાર્ક કરી માસ્ક લેતા હતા.

આ પણ વાંચોઃ-

આ સમયે એક કારે તેમને ટક્કર મારી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થવા પામી છે. ત્યારે હાલ અત્યારે તેમની સારવાર જલારામ હોસ્પિટલમાં ચાલી રહી છે. ત્યારે તબીબોના કહેવા મુજબ તેમને સાથળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.

આ પણ વાંચોઃ-

જેના કારણે તેમને બે જેટલી સર્જરી કરવી પડે તેમ છે. ઘટનાની જાણ થતાં જ માલવિયાનગર પોલીસ નો સ્ટાફ જલારામ હોસ્પિટલ આવી પહોંચ્યો હતો. ત્યારબાદ પીએસઆઇ કક્ષાના અધિકારી દ્વારા જરૂરી નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા.

બીજી અકસ્માતની ઘટના રાજકોટ શહેરની ભાગોળે બની હતી. જે ઘટનામાં ઇન્ડિયન ગેસનો ટ્રક કોસ્મોપ્લેક્સ ચોકડીથી એસઆરપી ઘંટેશ્વર ગ્રુપ 13ના રસ્તે થઈ રાજકોટ માધાપર ચોકડી તરફ આવી રહ્યો હતો. એસઆરપીથી થોડે દૂર ટ્રક રાજકોટના માધાપર ચોકડી તરફ વળાંક લઇ રહ્યો હતો તે સમયે ન્યારી ચેકપોસ્ટથી રાજકોટ માધાપર ચોકડી તરફ આવતા રસ્તેથી વેગનાર કાર તેમજ i20 કાર આવી રહી હતી.



સૌપ્રથમ ઇન્ડિયન ગેસના ટ્રકની પાછળના ભાગે વેગનાર કાર ઘૂસી ગઈ હતી. ત્યાર બાદ જોત જોતામાં તેની પાછળ આવતી i20 કાર પણ અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના પગલે ટ્રકમાં વધારે નુકસાન થવા પામ્યું ન હતું પરંતુ બંને કારમાં મોટું નુકસાન થયું છે. સાથે જ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Published by:ankit patel
First published:January 06, 2021, 20:42 pm

ટૉપ ન્યૂઝ