રાજકોટ (Rajkot) શહેરમાં સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. સાત વર્ષની માસૂમ દીકરી (Niece) સાથે તેના જ ફુવા (Uncle) સમાન પિતાએ દુષ્કર્મ આચર્યાની (Rape) ઘટના સામે આવી છે. ત્યારે યુનિવર્સિટી પોલીસ (University Police Rajkot) દ્વારા ગણતરીની કલાકોમાં નરાધમ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ મથકમાં મનહરપુર ગામે રહેતા યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારે સંતાનમાં સાત વર્ષની દીકરી છે જે ધોરણ બીજા માં અભ્યાસ કરે છે.
તારીખ 11 ફેબ્રુઆરી ના રોજ બપોરના સમયે 'હું મારી રિક્ષા લઈને મારા ગામે મારા મિત્રના ઘરે ગયો હતો અને રાત્રે તેમના જ ઘરે રોકાયો હતો. ત્યારે બીજા દિવસે સવારે મારા ઘરે પહોંચ્યો હતો. ત્યારે માતા અને બંને પરિણીત બહેન ઘરે હાજર હતી. પરંતુ ત્રણેયના ચહેરા ઉપર ઘેરી ચિંતા જણાતી હતી. ત્યારબાદ મને જાણવા મળ્યું કે મારી બહેનનો પતિ સુનિલ 11 ફેબ્રુઆરીના રોજ સાંજે બે સંતાનો સાથે મારી પુત્રીને પણ બગીચામાં ફરવા લઈ ગયો હતો. જોકે 5:30 વાગ્યે બહેન ઘરે ગઈ ત્યારે બંને સંતાનો બહાર રમી રહ્યા હતા.'
'પરંતુ તેનો પતિ સુનિલ રૂમની અંદર સાત વર્ષની તેની ભાણેજ સાથે રૂમમાં હતો. સુનિલની પત્ની એટલે કે મારી બહેન જ્યારે રૂમમાં દાખલ થઈ ત્યારે તેણે જોયું કે સુનિલ માસુમ બાળકી સાથે વિકૃત અડપલા કરતો હતો. ત્યારે અચાનક પત્ની ઘરમાં આવી જતા ભયભીત થયેલો સુનિલ મારી બહેન પાસે માફી માગવા લાગ્યો હતો. તો સાથે જ સમગ્ર ઘટના અંગે કોઈને વાત નહીં કરવા પણ આજીજી કરવા લાગ્યો હતો. ત્યારે મારી બહેનને આ વાત માતાને કરતા ઉશ્કેરાયેલા સુનીલે શાક સમારવા ના ચાકુ ઉપાડીને પોતાની હાથની નસ કાપી નાખી હતી અને પાટો બાંધવા જાવ છું કહી ઘરેથી નાસી છૂટયો હતો. '
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે પોતાના લગ્ન આજથી 10 વર્ષ પહેલા થયા હતા. સંતાનમાં એક પુત્રી છે. લગ્ન જીવન દરમિયાન પત્ની સાથે મનમેળ ન હોવાથી છ વર્ષ પહેલા પત્નીથી છુટાછેડા લઈ લીધા હતા. તેમજ લગ્ન સંબંધ દરમિયાન એક પુત્રી થઈ હતી જેને પોતાની પાસે રાખી છે જેની ઉંમર હાલ સાત વર્ષની છે.
સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ અજીતસિંહ ચાવડાના જણાવ્યા પ્રમાણે આ પ્રકારના ગુનામાં બંને પક્ષ વચ્ચે સમાધાન થઇ જતા હવસખોર નરાધમો છૂટી જતા હોય છે. તેથી આ પ્રકારના ગુનામાં સરકારી પંચ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રકારના ગંભીર ગુના નોંધાયા બાદ આરોપીઓ દ્વારા પીડિતાના પરિવાર સાથે એનકેન પ્રકારે સમાધાન કરી લેવામાં આવતું હોય છે. તો સાથે જ જ્યારે કોર્ટમાં કેસ ચાલતો હોય છે ત્યારે સાક્ષીઓ ફરી જતા હોય છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર