રાજકોટ : સેલ્ફી લેવા જતાં ત્રણ તળાવમાં ડૂબ્યાં, બચાવવા ગયેલા યુવક સહિત ત્રણનાં મોત, એકનો બચાવ

News18 Gujarati
Updated: December 10, 2019, 6:35 PM IST
રાજકોટ : સેલ્ફી લેવા જતાં ત્રણ તળાવમાં ડૂબ્યાં, બચાવવા ગયેલા યુવક સહિત ત્રણનાં મોત, એકનો બચાવ
પરશુરામ મંદિર પાસેનું તળાવ

રાજકોટનાં પરશુરામ મંદિર નજીક આવેલા તળાવ પાસે સેલ્ફી લેવા જતા બે યુવક અને એક યુવતી ડૂબ્યાં હતાં. જેમાં ડૂબતા લોકોને બચાવવા જતા એક વધુ યુવાન તળાવમાં પડ્યો હતો

  • Share this:
રાજકોટ : રાજકોટનાં પરશુરામ મંદિર નજીક આવેલા તળાવ પાસે સેલ્ફી લેવા જતા બે યુવક અને એક યુવતી ડૂબ્યાં હતાં. જેમાં ડૂબતા લોકોને બચાવવા જતા એક વધુ યુવાન તળાવમાં પડ્યો હતો. આ ઘટનામાં યુવતીને બચાવી લેવામાં આવી છે જ્યારે બે યુવાનોનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. હાલ ફાયર વિભાગ અન્ય એક વ્યક્તિને શોધી રહ્યાં છે. યુનિવર્સિટી પોલીસે પંચનામાની કાર્યવાહી શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં પરશુરામ મંદિર પાસે આવેલા તળાવ પાસે બે યુવક અને એક યુવતી સેલ્ફી લેવા ગયા હતાં. આ તળાવ પાસે એક મોટું બોર્ડ પણ મારવામાં આવ્યું છે કે, 'તળાવનું પાણી ઉંડુ હોય કોઇ પણ વ્યક્તિએ તળાવમાં ઉતરવું નહીં. જે કોઇ પણ વ્યક્તિ તળાવમાં ઉતરશે તો તેની અંગત જવાબદારી રહેશે.' તે ઉપરાંત આ લોકો ત્યાં સેલ્ફી લેવા ગયા હતાં. ત્યાં આ લોકો સેલ્ફી લેતી વખતે કોઇક રીતે પાણીમાં પડ્યાં અને ડૂબવા માંડ્યાં હતાં. આ લોકોને ડૂબતા જોઇ અન્ય એક વ્યક્તિએ પણ આમને બચાવવા તળાવમાં ઝંપલાવ્યું હતું.

તળાવ પાસે બોર્ડ લગાવેલુ છે.


આ લોકોમાંથી યુવતીનો બચાવ થયો છે જ્યારે યુવતી સાથેનો એક યુવાને અને તેમને બચાવવા પડેલા યુવાનનું મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં ત્રીજા યુવાનની હજી શોધખોળ ચાલી રહી છે. મહત્વનું છે કે, ગોધરાનાં ચાર યુવાનોની કાર જૂનાગઢ પાસે કેનાલમાં ખાબકતા ચારનાં મોત થયા છે. ગોધરા તાલુકાના રામપુરા કાંકણપુર ગામનાં ચાર પટેલ યુવકો સાત ડિસેમ્બરનાં રોજ ઇકો કાર લઇને સૌરાષ્ટ્રનાં પ્રવાસે ગયા હતાં. આ લોકો ઘરેથી રાતે આઠ વાગ્યાની આસપાસ નીકળ્યાં હતાં. વિરપુર પહોંચ્યાં હતાં જે બાદ પરિવારને આ લોકોનો સંપર્ક થયો ન હતો. પરિવારને બે દિવસથી યુવાનોનો સંપર્ક ન થતા સૌરાષ્ટ્રની પોલીસની મદદ મેળવી હતી. જેમાં તપાસમાં જાણવા મળ્યું છે કે, ગઇકાલે વહેલી સવારે જૂનાગઠ પાસેની કેનાલમાં કાર ખાબકી ગઇ હતી. જેમાં ચારેય જણનાં મૃતદેહો મળી આવ્યાં છે.

 
First published: December 10, 2019, 3:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading