રાજકોટ : 24 કલાકમાં બે યુવતીઓના આપઘાતથી ચકચાર, થયો ખૂલાસો - શા માટે કર્યો આપઘાત?

રાજકોટ :  24 કલાકમાં બે યુવતીઓના આપઘાતથી ચકચાર, થયો ખૂલાસો -  શા માટે કર્યો આપઘાત?
પ્રતિકાત્મક તસવીર

યુવતીએ પોતાના ઘરે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે ઘટનાની જાણ પરિવારજનોને થતાં રૂપલને બેભાન હાલતમાં નીચે ઉતારવામાં આવી

  • Share this:
રાજકોટ : શહેરમાં દિવસે અને દિવસે આપઘાતના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે માત્ર ચોવીસ કલાકના સમયગાળામાં રાજકોટ શહેરમાં બીમારીથી કંટાળી બે યુવતીઓએ આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે.

સમગ્ર બનાવ અંગે વાત કરવામાં આવે તો નેહરુનગર શેરી નંબર એક માં રહેતી રૂપલ જેરામભાઈ જાદવ નામની યુવતીએ પોતાના ઘરે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે ઘટનાની જાણ પરિવારજનોને થતાં રૂપલને બેભાન હાલતમાં નીચે ઉતારવામાં આવી હતી. તો સાથે જ પરિવારજનો દ્વારા 108ને જાણ કરવામાં આવતાં 108ની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી હતી.ઘટના સ્થળ પર પહોંચેલી 108 ની ટીમ દ્વારા રૂપલને મૃત જાહેર કરવામાં આવી હતી. ત્યાર બાદ પરિવારજનોએ પોલીસને જાણ કરતાં તાત્કાલિક અસરથી રાજકોટ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે પોલીસના જણાવ્યા પ્રમાણે રૂપલ બે ભાઈની એકની એક બહેન હતી. છેલ્લા કેટલાય સમયથી રૂપલને આંચકી ની બીમારી હતી. ત્યારે પરિવારજનોએ રૂપલે આંચકી બીમારીથી કંટાળીને પગલું ભર્યું હોવાની શંકા જતાવી છે.

આ પણ વાંચો - રાજકોટ : બિલ્ડરે મહિલા ASIને ગાળો ભાંડી ઝપાઝપી કરી, રૂઆબ દેખાડવો હવે ભારે પડ્યો

જ્યારે કે બીજો બનાવ રાજકોટ શહેરના લક્ષ્મી ના ટોળા પાસે બન્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના લક્ષ્મી ના ટોળા પાસે રહેતી ક્રિષ્ના અશોકભાઈ મારું નામની યુવતીએ પોતાના ઘરે ચુંદડી થી ગળાફાંસો ખાઇ લીધા હોવાનું સામે આવ્યું હતું. મોડી રાત્રે પરિવારજનોને ક્રિષ્ના તેના રૂમમાં જોવા નહીં મળતા અન્ય રૂમમાં તપાસ કરતા ક્રિષ્નાની માતાને લટકતી હાલતમાં તેની લાશ જોવા મળી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર ક્રિષ્ના બે ભાઈ અને બે બહેન માં મોટી હતી પિતા ટ્રક ડ્રાઇવિંગ કરતા હોવાથી હાલ મહારાષ્ટ્ર ગયા છે. ક્રિશ્નાને બે વર્ષથી પેટમાં દુખાવો રહેતો હોય જે કારણે તેની દવા પણ ચાલુ છે ત્યારે દુખાવાથી કંટાળીને પગલું ભરી લીધા હોવાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું છે.

આ પણ વાંચો - રાજકોટ : ધોરણ 10ના વિદ્યાર્થીએ પકડી અનંતની વાટ, પિતાનો કલ્પાંત - 'બસ એટલું કહ્યું, કાલે તારે સ્કૂલે જવાનું છે'

ત્યારે હાલ તો પોલીસે બંને આપઘાતના બનાવોમાં પરિવારજનોના નિવેદન લઇ વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આગળ પોલીસ તપાસમાં ખરા અર્થમાં બંને યુવતીઓએ બીમારીથી કંટાળીને આપઘાત કર્યો છે કે કેમ કે પછી આપઘાત કરવા પાછળનું કારણ કંઇક જુદું છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
Published by:kiran mehta
First published:February 04, 2021, 23:18 pm

ટૉપ ન્યૂઝ