રાજકોટ: બે બહેનો કામને લઈ ઝઘડી, મોટીએ ગળાફાંસો ખાધો, નાની ગેલરીમાંથી કૂદી

News18 Gujarati
Updated: August 17, 2019, 6:46 PM IST
રાજકોટ: બે બહેનો કામને લઈ ઝઘડી, મોટીએ ગળાફાંસો ખાધો, નાની ગેલરીમાંથી કૂદી
પ્રતિકાત્મક તસવીર

પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ, અને ઘરે જોતા મોટી બહેન પણ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી.

  • Share this:
રાજકોટમાં બે બહેનો વચ્ચે કામને લઈ ઝઘડો થતા મોટી બહેને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો, તો નાની બહેને ઘરની ગેલરીમાંથી પડતુ મુકી આપઘાત કરવાની કોશિસ કરી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના સંતોષીનગર વિસ્તારમાં આવેલી અવધ રેસીડન્સીમાં રહેતી યુવતીએ નાની બહેન સાથે ઝઘડો થતા ઘરમાં જ ગળાફાંસ ખાઇને આપધાત કર્યો છે ત્યારે નાની બહેનને આ વાતની જાણ થતા તેને પણ ઘરની ગેલેરીમાંથી કૂદકો મારી આપધાતનો પ્રયાસ કર્યો, જેમાં સદનશિબે તેનો બચાવ થયો છે, પરંતુ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

રાજકોટના સંતોષીનગર રેસિડેન્સીમાં રહેતા એક પરિવારમાં બે બહેનો ઘરે એકલી હતી, તે સમયે મોટી બહેન સેજલ નૈયા અને નાની બહેન કાજલ વચ્ચે ઘરના કામને લઈ ઝગડો થયો, જેમાં મોટી બહેનને લાગી આવ્યું, અને તેણે એક રૂમમાં જઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો.

જ્યારે નાની બહેનને ખબર પડી કે મોટી બહેને આપઘાત કરી લીધો છે, તો તેણે પણ જીવન ટૂંકાવી દેવાનો નિર્ણય લીધો અને ઘરની ગેલરીમાંથી મોતની છલાંગ લગાવી દીધી. પરંતુ, સદનીશીબે તેનો બચાવ થયો, તુરંત સોસાયટીના લોકો ભેગા થઈ ગયા અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી.

આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ, અને ઘરે જોતા મોટી બહેન પણ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી. પોલીસે તેની બોડીને પીએમ માટે મોકલી દીધી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
First published: August 17, 2019, 6:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading