રાજકોટઃ જાહિદ ઉર્ફે જામલો અને અમિત હથિયાર સાથે ઝડપાયા, રીક્ષા ચાલક કેમ રાખતો હતો ગન?

રાજકોટઃ જાહિદ ઉર્ફે જામલો અને અમિત હથિયાર સાથે ઝડપાયા, રીક્ષા ચાલક કેમ રાખતો હતો ગન?
પકડાયેલા આરોપીઓની તસવીર

પાંચ જેટલા ગુનામાં નાસતો ફરતો આરોપી જાહિદ ઉર્ફે જામલો કરીમભાઈ જુમાભાઈ કાથરોટીયા માધાપર ચોકડીથી અમદાવાદ તરફ જવાના રસ્તે બેડી ચોકડી પાસે ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે.

  • Share this:
રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં મહાનગરપાલિકા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીનો (local body election) માહોલ સર્જાયો છે. બીજી તરફ ચૂંટણીમાં કોઇપણ પ્રકારની ગેરરીતિ નો ફેલાઈ તે માટે વહીવટી તંત્ર પણ સજ્જ છે. તો ચૂંટણીના માહોલમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે રાજકોટ શહેર પોલીસ (rajkot city police) કમિશનર મનોજ અગ્રવાલ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા નો આદેશ કર્યો છે. જે અંતર્ગત રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માત્ર ચોવીસ કલાકના સમયગાળા દરમિયાન બે જેટલા આરોપીઓને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચના પીઆઇ વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, પીએસઆઇ યુ.બિ જોગરાણા અને તેમની ટીમના સંતોષભાઈ મોરી અભિજીતસિંહ જાડેજા તથા કરણભાઈ મારુંને બાતમી મળી હતી. કે, રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પાંચ જેટલા ગુનામાં નાસતો ફરતો આરોપી જાહિદ ઉર્ફે જામલો કરીમભાઈ જુમાભાઈ કાથરોટીયા માધાપર ચોકડીથી અમદાવાદ તરફ જવાના રસ્તે બેડી ચોકડી પાસે ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે.જે બાતમી અંતર્ગત  આરોપીની અંગ જડતી કરતાં તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ તેમજ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ- ઇમાનદારી! ગોંડલઃ સર્વિસમાં આવેલા બાઈકમાંથી રૂ.2.30 લાખ ભરેલું પર્સ મળ્યું, ગેરેજ સંચાલકે ફોન કરી માલિકને પરત આપ્યું

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ફતેહવાડી નજીક નવજાતને તરછોડનાર નિષ્ઠુર માતા સહિત ચાર ઝડપાયા, કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ

ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એમ વી રબારી અને તેમની ટીમના પ્રતાપ સિંહ ઝાલા અને હરદેવસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, કોઠારીયા રોડ દોઢસો ફૂટ રીંગ રોડ હુડકો ચોકડી પાસે અમિત રામભાઈ પાંડે નામના રિક્ષા-ડ્રાઇવર પાસે ગેરકાયદેસર હથિયાર પડેલું છે.

આ પણ વાંચોઃ- કરુણ ઘટના! રાજકોટઃ માતા અને પત્નીના ઝઘડાથી કંટાણીને વેપારીએ દુકાનમાં જ કર્યો આપઘાત

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! અમદાવાદઃ પરિણીતાએ નવ વાગ્યે જમવાનું તૈયાર ન રાખ્યું, વિફરેલા પતિએ વાળ પકડી ફેંટો મારી

જે બાબતની ચોક્કસ બાતમી મળતા આરોપીની અંગ જડતી કરતાં તેની પાસે થી ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો તેમજ 12 બોરનો કાર્ટીસ નંગ 1 ઝડપાયો હતો. આરોપી વિરુદ્ધ રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ચારથી પણ વધુ પ્રોહિબિશનના ગુના દાખલ થઇ ચુક્યા છે.ત્યારે આવતીકાલે બંને આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરી રિમાન્ડ દરમિયાન ગેરકાયદેસર હથિયાર તેમણે કોની પાસેથી મેળવ્યા છે? પોતાની પાસે રહેલ ગેરકાયદેસર હથિયાર નો ભૂતકાળમાં કોઈ જગ્યાએ ગુનાહિત કૃત્યોમાં ઉપયોગ કર્યો છે કે કેમ? તે સહિતની તમામ બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે.
Published by:ankit patel
First published:February 20, 2021, 00:42 am

ટૉપ ન્યૂઝ