રસ્તા પર ખાડો ન પુરાતા રાજકોટવાસીઓએ સૂઇને કર્યો અનોખો વિરોધ

News18 Gujarati
Updated: September 11, 2019, 4:16 PM IST
રસ્તા પર ખાડો ન પુરાતા રાજકોટવાસીઓએ સૂઇને કર્યો અનોખો વિરોધ
રાજકોટમાં અનોખો વિરોધ
News18 Gujarati
Updated: September 11, 2019, 4:16 PM IST
અંકિત પોપટ, રાજકોટ : ભારે વરસાદ બાદ રસ્તાઓ ધોવાઇ છે અને અનેક જગ્યાએ નાના મોટા ખાડા પડતા હોય છે. આ વાત માત્ર એક જગ્યાની નથી આખા રાજ્યમાં આવો જ હાલ છે. છેલ્લા બે મહિનાથી રંગીલું રાજકોટ ખાડાનું શહેર બની ગયું છે. શહેરના ગ્રીન લેન્ડ ચોકડી પાસે રહેતા સ્થાનિકોએ ખાડામાં સૂઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

રાજકોટમાં ભારે વરસાદને કારણે ખાડા પુરવામાં ન આવતા લક્ષ્મણભાઇ બથવાર નામના વ્યક્તિ અને તેમની સાથે અન્ય એક વ્યક્તિએ અનોખો વિરોધ કર્યો છે.  આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. ત્યારે શહેરનાં ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી તંત્રને રજૂવાત કરવા છતાંપણ રોડ પર પડેલા ખાડા પુરવામાં આવ્યા ન હતાં. જેથી 2 નાગરિકે ખાડામાં સૂઈને અનોખો વિરોધ કર્યો છે.

લક્ષ્મણભાઈ બથવારા નામના નાગરિકે કીચ્ચડવાળા ખાડામાં સૂઈને ગાબડા બુરી વિરોધ કર્યો હતો. ત્યારે જોવાનું એ છે કે તંત્ર દ્વારા શહેરમાં પડેલા ખાડા ક્યારે બુરવામાં આવે છે.

આ પણ વાંચો : Single use Plastic પર પ્રતિબંધનો કડક અમલ કરવા રાજકોટ મનપાએ ઘડ્યો પ્લાન

રાજકોટે 70 વર્ષનાં વરસાદનો રેકોર્ડ તોડ્યો

આ વર્ષે રાજકોટનો રેકોર્ડબ્રેક વરસાદ સીઝનનો 56 ઇંચ નોંધાયો છે જેમાં પશ્ચિમ રાજકોટમાં 56 ઇંચ, સેન્ટ્રલ રાજકોટમાં 37 ઇંચ અને પૂર્વ રાજકોટમાં સૌથી ઓછો 30 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉલેખ્ખનીય છે કે હજુ ચોમાસાની ઋતુને એક મહિનાની વાર છે તેવામાં આ વર્ષે રાજકોટ શહેરમાં સારો વરસાદ નોંધાતા શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ શહેરમાં 24 કલાકમાં અનરાધાર 18 ઇંચ વરસાદ નોંધાયા બાદ મોટા ભાગના જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક થવા પામી હતી. ત્યારબાદ સમયાંતરે સારો વરસાદ થતા આજે રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા એક માત્ર ભાદર સિવાય તમામ જળાશયો ઓવરફલો જોવા મળી રહ્યા છે. જયારે ભાદર ડેમ ઓવરફલો થવામાં માત્ર 3.50 ફૂટ બાકી છે.
Loading...

 
First published: September 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...