રાજકોટનો ધ્રૂણાસ્પદ કિસ્સો! બે સંતાનોના બાપે 8 વર્ષની માસુમ બાળકીને મોંઢામાં ડૂચો મારી પીંખી નાંખી

રાજકોટનો ધ્રૂણાસ્પદ કિસ્સો! બે સંતાનોના બાપે 8 વર્ષની માસુમ બાળકીને મોંઢામાં ડૂચો મારી પીંખી નાંખી
પ્રતિકાત્મક તસવીર

'મેદાનમાં લઈ જઈ તેણે મને કહ્યું હતું કે તું નહિ સુઈ જા અને હું કહું તેમ કર તેમ કહી મને સુવડાવી દીધી હતી. ત્યારબાદ તેને મારી ચોરણી અને તેનું પેન્ટ કાઢી નાખ્યું હતું.'

  • Share this:
રાજકોટઃ રાજકોટ શહેરમાં (Rajkot) વધુ એક માસૂમને પોતાનો હવસનો શિકાર બનાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન (University police station) વિસ્તારમાં આવેલા મુંજકા ગામે કિશોર કેશુભાઈ તાવડે નામના શખ્સે આઠ વર્ષની બાળાનું અપહરણ (kidnapping) કરી તેની સાથે દુષ્કર્મ (rape) આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે પોલીસે આઇપીસીની કલમ 363 376 તેમજ પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલે પીડિતાના દાદીએ પોલીસને જણાવ્યું છે કે, બુધવારે ૩૧મી માર્ચની રાત્રે નવ વાગ્યે હું મારા ઘરે હતી. ત્યારે મારા પતિ સુઈ ગયા હતા તેમજ દીકરો તેના કામે ગયો હતો જ્યારે કે પુત્રવધૂ પર કામ કરી રહી હતી. જ્યારે મારી આઠ વર્ષની પુત્રી બહાર રમતી હતી. થોડો સમય થયા બાદ તે ઘરમાં પાછી ન આવતા હું તેની તપાસ કરવા નીકળી હતી.ખૂબ શોધવા છતાં મારી પૌત્રી મને મળી નહોતી પરંતુ રાત્રિના સાડા નવ વાગ્યા આસપાસ તે ઓચિંતી દોડતી મારી પાસે આવી હતી. તેને જોતા તેની સાથે કઈક અજુગતું બન્યું હોઈ તેવું લાગ્યું હતું. તેના કપડા તેના વાળ ધૂળથી ભરેલા હતા. મેં તેને શું થયું તેમ પૂછતાં તેણે કહ્યું હતું કે હું ઘર પાસે રમતી હતી ત્યારે કિશોર મારી પાસે આવ્યો હતો.

આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ માતાએ પ્રેમી સાથે મળીને સગીર પુત્રીની કરી હતી હત્યા, કોર્ટે બંનેને ફટકારી ફાંસીની સજા, શું હતી આખી ઘટના?

આ પણ વાંચોઃ-સુરતનો ચેતવણીરૂપ કિસ્સો! ઘરમાં એકાંતમાં વીડિયો કોલમાં સામસામે નિર્વસ્ત્ર થયા યુવક-યુવતી પછી...

ત્યારબાદ તેમને હાથ પકડીને પંચાયતની ઓફિસની બાજુમાં મેદાનમાં લઈ ગયો હતો. મેદાનમાં લઈ જઈ તેણે મને કહ્યું હતું કે તું નહિ સુઈ જા અને હું કહું તેમ કર તેમ કહી મને સુવડાવી દીધી હતી. ત્યારબાદ તેને મારી ચોરણી અને તેનું પેન્ટ કાઢી નાખ્યું હતું.

આ પણ વાંચોઃ-નોકરના પ્રેમમાં આંધળી બનેલી પત્નીએ ખીલીરૂપ પ્રોફેસર પતિની કરાવી હત્યા, પ્રેમીએ ઉતાર્યો મોતને ઘાટ

આ પણ વાંચોઃ-હોળીના દિવસે પતિ પત્ની માટે લાવ્યો રૂ.700ની સાડી, નારાજ પત્નીએ કરી લીધી આત્મહત્યા

તેને મારી સાથે ખરાબ કરતા મને દુખાવો થવા માંડતા મારા મોઢામાંથી રાડ નીકળી ગઈ હતી. જેના કારણે તેને મારૂ મોઢું પોતાના હાથથી દાબી દીધું હતું. થોડીક વાર પછી તેને મને ચોરણી પહેરવું દીધી હતી અને મને કહ્યું હતું કે હવે તું તારા ઘરે જતી રહે.સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા આરોપી કિશોર ને લઇ કાયદાનું ભાન કરાવ્યું છે. તેમજ વધુ પૂછપરછમાં તે બે સંતાનોનો પિતા તેમજ ટ્રક ચલાવી ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
Published by:ankit patel
First published:April 01, 2021, 17:38 pm

ટૉપ ન્યૂઝ