Home /News /kutchh-saurastra /

હનીટ્રેપ બાદ હત્યા : જાણો યુવતીએ વૃદ્ધને કઈ રીતે ફસાવ્યા હતા, થયા અનેક ખુલાસા

હનીટ્રેપ બાદ હત્યા : જાણો યુવતીએ વૃદ્ધને કઈ રીતે ફસાવ્યા હતા, થયા અનેક ખુલાસા

વૃદ્ધ સુંદર મહિલા વંદનાની વાતોમાં ફસાયા હતા બાદમાં વૃદ્ધ અને મહિલા તેનાં જ બંગલામાં રહેવા લાગ્યા હતા.

વૃદ્ધ સુંદર મહિલા વંદનાની વાતોમાં ફસાયા હતા બાદમાં વૃદ્ધ અને મહિલા તેનાં જ બંગલામાં રહેવા લાગ્યા હતા.

   ન્યૂઝ18 ગુજરાતી : રાજકોટમાં હનીટ્રેપ પછી વૃદ્ધની હત્યા કરી દેવાને કારણે ચકચાર મચી ગઇ છે. ભદ્ર વિસ્તારમાં રહેતા અને હોલસેલના વેપાર સાથે સંકળાયેલ રંગીન મિજાજી વૃદ્ધ હનીટ્રેપનો શિકાર બન્યા હતાં. વૃદ્ધ સુંદર મહિલા વંદનાની વાતોમાં ફસાયા હતા બાદમાં વૃદ્ધ અને મહિલા તેનાં જ બંગલામાં રહેવા લાગ્યા હતા. આ કેસમાં હિસ્ટ્રીશીટર આરોપીઓ અલી ઈકબાલ શેખ (રહે.રૂખડીયાપરા, રાજીવનગર, હાજીપીર દરગાહ પાસે, રાજકોટ), વંદના ઉર્ફે વંસીકા પરસોતમભાઈ વાઘેલા (રહે.વીરમગામ, અમદાવાદ, હાલ રાજકોટ) અને કાવત્રામાં સામેલ , ગાયત્રીબા રવિરાજસિંહ પરમાર (રહે.રૈયાધાર, શાંતિનગર, શ્યામરાજ એપાર્ટમેન્ટ-1, ફ્લેટ નં.201 રાજકોટ અને મૂળ રહે.બાપુનગર, ખોડિયારનગર, અમદાવાદ)ની ક.302 (હત્યા) 201, 511 (પૂરાવાનો નાશ કરવા પ્રયાસ) અને ક.120બી (ગુનાહિત કાવત્રુ) વગેરે હેઠળ ધરપકડ કરી પી.આઈ.બી.બી.ગોયલ અને રવિરાજસિંહ જાડેજા વગેરેએ તપાસ હાથ ધરી છે. ચોથો આરોપી યાસીન ઉર્ફે નાનભાઈ ઈસુબભાઈ સાંઢ (રહે.આટકોટ) નાસી ગયેલ હોય પોલીસે શોધખોળ આદરી છે.

  બીજીબાજુ વીરમગામની લલના વંદના પતિને છોડીને રાજકોટ રહેતી તેની મિત્ર ગાયત્રી સાથે રહેવા આવી ગઈ હતી. જ્યાં બંને દેહવિક્રયનો વેપલો કરતી હતી. વંદનાએ લગ્ન બાદ પોતાનો જુનો મોબાઈલ નંબર બંધ કરી દીધો હતો અને દોઢ વર્ષ નંબર બંધ રાખ્યો હતો એ ફરી ચાલુ કર્યો હતો. જે નંબર આધારે પહેલાનાં ગ્રાહકોમાં મૃતક રાજેશભાઇ પણ હતાં. તેણે રાજેશભાઇ સાથે ચેટ કર્યા પછી ફોન પણ કર્યો હતો. બાદમાં રૂબરૂ મળવાની વાત કરી હતી. વૃધ્ધે ફોટા મંગાવતા વંદનાએ વોટસએપ મારફતે પોતાના ફોટાઓ મોકલ્યા હતા.

  આ લોકોની કરી હતી ધરપકડ


  આવો હતો પ્લાન

  પ્લાન મુજબ ગાયત્રી તેના છ વર્ષના પુત્રને લઈને નાનામવા સર્કલ પાસે રહેતી સખી પારૂલને ત્યાં ચાલી ગઈ હતી. રાજેશભાઈને તેના ફ્લેટ પર લઈ આવી હતી. વૃધ્ધ અને વંદના બંનેએ શરીર સુખ માણ્યું હતું. જે બાદ યાસીન તથા અલી રૂમમાં ઘુસી ગયા હતા. વૃધ્ધને માર માર્યો હતો. દરમિયાને તેઓ નીચે પડતા મોત નિપજ્યું હતું. લાશને કોથળામાં બાંધી મીઠું નાખી દાટી દેવાની ગોઠવણ કરી હતી. પરંતુ આ આખી ઘટનાની ગંઘ ક્રાઇમબ્રાન્ચને લાગી ગઇ હતી. જે બાદ પોલીસનાં સ્ટાફે આ લોકોને દબોચી લીધા હતાં અને વૃદ્ધનાં પરિવારને જાણ કરી હતી.

  રાજેશભાઇનાં સંતાનો વિદેશ રહેતા હતાં

  મહત્વનું છે કે મૃતક રાજેશભાઈના પત્ની અઢાર વર્ષ પહેલા અવસાન પામ્યા હતાં. પુત્ર હેમાંગ કેનેડા તથા પુત્રી લંડનમાં રહે છે. રાજેશભાઈ અહીં મોટાભાઈ રોહીતભાઈ અને અન્ય પરિવારજનો સાથે રહેતા હતા. જ્યારે વંદનાના પહેલા લગ્ન ધ્રાંગધ્રાના જીવા ગામે થયા હતા. ત્યાંથી દોઢ વર્ષથી પતિને છોડીને જસદણ તરફના જયેશ સાથે રહેતી હતી. તેની સાથે પણ મનમેળ ન થતા એક માસથી ગાયત્રીના ઘરે રહેતી હતી. જ્યારે ગાયત્રીના પતિ રવિરાજસિંહ સાથે છુટાછેડાનો કેસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

  લાશને દાટી દેવાની હતી, મીઠાનો જથ્થો, કોથળા પણ લઈ આવ્યા હતા

  લાશનો રાત્રે નિકાલ કરી મામલો રફેદફે કરવાનો આખો પ્લાન હતો. વંદનાએ તેના પતિ જયેશને પણ ઘટના અંગે ફોન કરી જાણ કરી હતી. વંદના અને અલી બંને ગાયત્રીનું ટુ વ્હીલર લઈને ગોપાલચોક નજીક એક સુપરમાર્કેટમાં પહોંચ્યા હતા અને ત્યાંથી 15 બેગ મીઠું ખરીધ્યું હતું. બે ખાલી કોથળા પણ તેઓએ લીધા હતા. જેથી દુકાનદારે પણ આશ્ચર્ય થયું હતું. લાશને સગવગે કરવા કાર માટે ત્રણ, ચાર ફોન પણ કર્યા હતા પરંતુ ક્યાંથી કાંઈ મદદ મળી ન હતી.

  PHOTOS: શ્રીલંકાથી પરત ફરી દીપિકા, એરપોર્ટ પર બ્લેક આઉટફિટમાં લાગી સુંદર
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Honey trap, Saurastra, ગુજરાત, ગુનો, રાજકોટ, હત્યા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन