જાણો ગુજરાતનાં કયા વિસ્તારોમાં હજી બે દિવસ ભારે વરસાદની આગાહી

News18 Gujarati
Updated: August 9, 2019, 3:57 PM IST
જાણો ગુજરાતનાં કયા વિસ્તારોમાં હજી બે દિવસ ભારે વરસાદની આગાહી
નર્મદા ડેમે 131 મીટરની સપાટી વટાવી છે.

આજનો દિવસ રાજ્ય માટે ખૂબ મહત્વનો છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • Share this:
વિભુ પટેલ/હરીન માત્રાવાડિયા/અંકિત પોપટ : આજે અમદાવાદ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા આજે નર્મદા નદીની સપાટી પણ ધીરે ધીરે વધી રહી છે. ત્યારે નર્મદા ડેમે 131 મીટરની સપાટી વટાવી છે. જે બાદમાં રાતે જ દરવાજા ખોલવાની નિર્ણય કરાયો હતો. હાલ ડેમના 23 ગેટ ખોલી નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. રાજ્યમાં બે દિવસ હજી પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજનો દિવસ રાજ્ય માટે ખૂબ મહત્વનો છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મધ્ય ગુજરાતના પૂર્વ તરફના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારો માટે દરિયામાં ન જવાની સૂચના પણ આપવામાં આવી છે. હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે આગામી 24 કલાકમાં ડીપ ડિપ્રેશન નબળું પડશે અને આ સિસ્ટમ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આગળ વધશે. રાજ્યમાં અત્યાર સુધી 67 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : ભારે વરસાદનાં કારણે રાજ્યમાં 154 રસ્તાઓ બંધ; NDRFની 11 ટીમો સ્ટેન્ડ બાય

રાજકોટમાં ભારે વરસાદની આગાહી

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી 3 દિવસ એટલે કે 9 , 10 અને 11 ઓગષ્ટનાં રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે વહીવટી તંત્રને એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ પર છે. જિલ્લા કલેકટર દ્વારા તમામ તાલુકા લેવલે મામલતદાર , પ્રાંતધિકારી સહિત તમામની રજા રદ કરી અને હેડ કવાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે. રાજકોટમાં ભારે વરસાદને પગલે એક NDRF અને બે SDRFની ટીમ તૈનાત રાખવામાં આવી છે. જે પૈકી એક SDRFની ટીમ ગોંડલ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જ્યારે અન્ય એક ટીમ રાજકોટ SRP કેમ્પ ખાતે અને NDRFની ટીમ રાજકોટ ERC સેન્ટર ખાતે રાખવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ મનપાની ફાયર ટીમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ પણ એલર્ટ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે રાજકોટ જિલ્લાના તમામ તાલુકા પર 125 mm થી વધુ વરસાદ નોંધાઇ ચુક્યો છે.

આ પણ વાંચો : 135 મીટરની ઊંચાઈ પર સરદાર પટેલની છાતીમાંથી જુઓ નર્મદા ડેમનો નજારોઆ મોસમમાં રાજકોટમાં ક્યાં પડ્યો કેટલો વરસાદ 

રાજકોટ શહેર 629 mm
રાજકોટ તાલુકા 310 mm
જસદણ તાલુકા 207 mm
વીંછીયા તાલુકા 165 mm
જામકંડોરણા તાલુકા 193 mm
ધોરાજી તાલુકા 338 mm
ઉપલેટા તાલુકા 216 mm
ગોંડલ તાલુકા 291 mm
જેતપુર તાલુકા 187 mm
પડધરી તાલુકા 301 mm
કોટડાસાંગાણી તાલુકા 321 mm
First published: August 9, 2019, 3:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading