Home /News /kutchh-saurastra /

ચોટીલામાં સરકારી જમીન બારોબાર વેચવાના કેસમાં બે ક્લેક્ટર ફરજ મોકૂફ

ચોટીલામાં સરકારી જમીન બારોબાર વેચવાના કેસમાં બે ક્લેક્ટર ફરજ મોકૂફ

    સુરેન્દ્રનગરના બામણબોર અને જીનવાપરની સરકારી જમીન ખાનગી વ્યક્તિઓના નામ કરી ગેરરીતિના કેસમાં રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સુરેન્દ્રનગરના તત્કાલિન નિવાસી અધિક ક્લેક્ટર, ચોટીલાના તત્કાલિન નાયબ ક્લેક્ટર તથા ઇન્ચાર્જ મામલતદારને ફરજ મોકૂફ કર્યા છે.

    પ્રાપ્ત વિગત પ્રમાણે ચોટીલા તાલુકાના બામણબોર અને જીવાપર ગામની 800 એકર સરકારી જમીન ખેત જમીન ટોચ મર્યાદા એએલસી ALCનું ખોટું અર્થઘટન કરીને ખાનગી વ્યક્તિઓને નામે કરી આપવાની ગેરરિતી આચરવાની ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત તપાસમાં આરોપી તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર (આર એ સી) ચન્દ્રકાન્ત પંડ્યા ચોટીલાના તત્કાલીન નાયબ કલેક્ટર વી ઝેડ ચૌહાણ અને ઇન્ચાર્જ મામલતદાર જે એલ ઘાડવી ને તાત્કાલિક અસર થી ફરજ મોકૂફ કર્યા છે.



    રાજ્ય સરકારે આ સમગ્ર ઘટનાક્રમની તપાસ એસીબીને કરવાના આદેશો આપ્યાં છે, તથા જવાબદાર અધિકારીઓ સામે સેવા શિસ્ત અપીલ નિયમાનુસાર ખાતાકીય તપાસની કાર્યવાહી હાથ ધરી કડક પગલાં લેવાના આદેશો પણ આપવામાં આવ્યા છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Collector from Surendranagar, Collector Suspended, Land Scam, Suspended, Two Collectorm

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन