રાજકોટઃ આંગડિયા પેઢીના 25 લાખ રૂપિયા લૂંટી ઝૂંપડામાં સંતાયા, બંનેની ધરપકડ

News18 Gujarati
Updated: October 28, 2018, 5:44 PM IST
રાજકોટઃ આંગડિયા પેઢીના 25 લાખ રૂપિયા લૂંટી ઝૂંપડામાં સંતાયા, બંનેની ધરપકડ

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ

માણાવદરના સુલતાનાબાદ પાસે ગત સોમવારે રાત્રે બાંટવામાં પી.એમ. એન્ટપ્રાઇઝ નામની આંગડિયા પેઢી ધરાવતા યોગેશભાઇ ગોંધિયા બાઇક પર જતા હતા ત્યારે અજાણ્યા બે શખ્સોએ તેના પર હુમલો કરી તેમની પાસે રહેલા 25 લાખ રોકડની લૂંટ કરી હતી. ત્યારબાદથી પોલીસ આરોપીની શોધ કરી રહી હતી. જો કે અચાનક બાતમીના આધારે પોલીસે રેડ પાડી બંનેની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ લૂંટ ચલાવનાર શખ્સોને રાજકોટના ભાયાવદર પોલીસે ભાયાવદરની અરણી ગોલાઇ પાસે ઝુંપડામાંથી પકડી પાડ્યા હતા. લૂંટમાં ઉપયોગમાં લેવાયેલું બાઇક ઝુપડા પાસે પડ્યું હતું. લૂંટની ઘટના બાદથી પોલીસ શકમંદો પર નજર રાખી રહી હતી, ત્યારે આ બંને શખ્સો પર ભાયાવદર પોલીસ બે દિવસથી વોચ રાખી રહી હતી.

પ્રાપ્ત વિગત મુજબ સબુરભાઇ જોખલાભાઇ મૈડા અને પપ્પુ શંકરભાઇ મૈડા બન્ને ભાયાવદરની અરણી ગોળાઇ પાસે ઝુપડાં રહે છે. માણાવદરના આંગડિયા પેઢીના માલિક પર હુમલો કરી 25 લાખ રોકડની લૂંટ કરી હતી. તે સમયે લૂંટમાં વપરાયેલું બાઇક આ ગોળાઇ પાસે પડ્યું હોય પોલીસ બે દિવસથી વોચ રાખી બન્નેને પકડી પાડ્યા છે. પોલીસે બન્ને પાસેથી 12,57,780 રોકડ રકમ, મોટરસાયકલ, બે મોબાઇલ સહિત 13, 18,780 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
First published: October 28, 2018, 5:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading