નવા નિશાળીયા! 11 લાખનું દેવું ભરવા ATM તોડવા ગયા, પોલીસથી બચવા અપનાવ્યા અનેક નુસખા પણ...

નવા નિશાળીયા! 11 લાખનું દેવું ભરવા ATM તોડવા ગયા, પોલીસથી બચવા અપનાવ્યા અનેક નુસખા પણ...
ઝડપાયેલા આરોપી

આરોપી એટલા સાતિર હતા કે, એ.ટી.એમ મશીનમાં સીસીટીવી હોવાથી હેલમેટ પહેરીને તોડવાનો પ્લાન ઘડ્યો હતો

  • Share this:
રાજકોટમાં બે નવા નિશાળીયા ચોર ઝડપાયા છે, જેમણે 11 લાખનું દેવું ભરવા માટે એક એટીએમ તોડવાનો પ્લાન બનાવ્યો, પરંતુ પોલીસના હાથે ચોરી કરવા જતા રંગેહાથ ઝડપાઈ ગયા, અને એટીએમ તોડવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો.

સમગ્ર ઘટના પર નજર કરીએ તો, શુક્રવારે મોડી રાત્રે 3 વાગ્યે પોલીસ કંટ્રોલરૂમના ટેલિફોનની ઘંટણી રણકી હતી. ફોન ઉપાડતાની સાથે જ આઇ.સી.આઇ.સી.આઇ બેંકનાં સિક્યોરીટી વિભાગમાંથી બોલતા હોવાનું અને રાજકોટનાં મવડી વિસ્તારનાં બાપાસિતારામ ચોકનાં એ.ટી.એમમાં બે શખ્સો એટીએમ તોડવાનો પ્રયાસ કરતા હોવાની માહિતી આપી હતી.ફોન પર માહિતી મળતા જ માલવીયાનગર પીઆઇ એન. એન. ચુડાસમા અને તેની ટીમ પહોંચી હતી. જ્યાંથી બન્ને આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. બેંકનાં કર્મચારી જેરામ ચુનારાની ફરીયાદ નોંધી આરોપીની પોલીસે પુછપરછ કરતા આરોપી વિકાસનાં ભાઇ પર દેવું વધી ગયું હતું, લેણદારો ઘરે આવતા હતા. જેથી દેવું ભરપાઈ કરવા આરોપી પિન્ટુ સાથે મળીને એ.ટી.એમ તોડવાનો પ્લાન ઘડ્યો હોવાનું કબુલ્યું હતું.

હાલ પોલીસે આરોપીઓ પાસે થી ગ્રાઇન્ડર મશીન, હથોડી, ડિસમીસ, પક્કડ, પેઇન્ટ સ્પ્રેની બોટલ, હેલમેટ, વોકીટોકી, તણી, ટેસ્ટર, હાથનાં મોજા અને લોખંડની કોશ પોલીસે કબજે કરી તપાસ શરૂ કરી છે. હાલ માલવીયાનગર પોલીસે આરોપીઓને તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે.

આરોપીઓ પાસેથી મળી આવેલી ચીજ-વસ્તુઓ


પોલીસના કહેવા મુજબ, આરોપી વિકાસ અને પિન્ટું ઇલેક્ટ્રીક વાયરમેનનું કામ જાણતા હતા. જેથી એ.ટી.એમ મશીનમાં સીસીટીવી કેમેરા અને સેન્સરનું વાયરીંગ કેવી રીતે કાપવું તેની માહિતી ધરાવતા હતા. આરોપીઓ અગાઉ એ.ટી.એમ મશીનમાં રૂપાયા ઉપાડવાનાં બહાને રેકી કરી ગયા હતા અને કેટલા સીસીટીવી છે તેની માહિતી મેળવી ગયા હતા. ત્યારબાદ શુક્રવારની રાત્રે એ.ટી.એમ મશીન તોડતી વખતે આરોપીઓએ પહેલા સીસીટીવી કેમેરા પર બ્લેક કલરનો સ્પ્રે કર્યો હતો અને ત્યારબાદ સીસીટીવીનાં કેબલ કાપ્યા હતા. કેબલ કાપતા જ બેંકનાં સિક્યોરીટી વિભાગને જાણ થઇ હતી.

એટલું જ નહીં આરોપીઓ પોલીસથી બચવા માટે હાથમાં મજા પહેર્યા હતા. જેથી ફિંગર પ્રિન્ટ છુટે નહિં અને મોબાઇલ લોકેશન ન આવે તે માટે આરોપીઓ વાયરલેસ વોકીટોકીનો ઉપયોગ કરતા હતા. આરોપી વિકાસ એ.ટી.એમ તોડવાનો પ્રયાસ કરતો હતો ત્યારે તેનો સાગ્રીત પિન્ટું બહાર વાયરલેશ વોકીટોકીની મદદથી પોલીસની ગાડી આવે છે કે નહી તેની વોકિટોકીની મદદ થી માહિતી આપતો હતો.

આરોપી એટલા સાતિર હતા કે, એ.ટી.એમ મશીનમાં સીસીટીવી હોવાથી હેલમેટ પહેરીને તોડવાનો પ્લાન ઘડ્યો હતો. આરોપી હેલમેટ પહેરીને જ સીસીટીવી કેમેરા પર બ્લેક કલરનો સ્પ્રે કર્યો હતો. જેથી તેની ઓળખ થઇ શકે નહિં. હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલનાં સળીયા ગણતા કરી દીધા છે.
First published:December 23, 2019, 17:27 pm

टॉप स्टोरीज