મગફળીકાંડઃ ટ્રક ડ્રાઇવરો અને મજૂરોએ જણાવ્યું ક્યાંથી ને કેવી રીતે આવી ધૂળ

News18 Gujarati
Updated: August 10, 2018, 6:01 PM IST
મગફળીકાંડઃ ટ્રક ડ્રાઇવરો અને મજૂરોએ જણાવ્યું ક્યાંથી ને કેવી રીતે આવી ધૂળ
ફાઇલ ફોટો: મગફળી કૌભાંડ

કૌભાંડમાં ટ્રક ડ્રાઇવરો અને મજૂરોનું નિવેદન લેવામાં આવ્યું હતું, જેમાં મજૂરોએ જણાવ્યું કે ક્યાંથી અને કેવી રીતે મગફળીમાં ભેળવવા માટે ધૂળ ગોડાઉનમાં લાવવામાં આવી હતી

  • Share this:
જેતપુરના પેઢલા ગામે ગોડાઉનમાં થયેલા મગફળી કૌભાંડમાં પોલીસ દ્વારા ધરપકડ કરેલાઓની પૂછપરછ ચાલું છે. કૌભાંડમાં ટ્રક ડ્રાઇવરો અને મજૂરોનું પોલીસે નિવેદન લીધું હતું. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, માળિયાહાટીનાથી ધૂળ, કાંકરા અને માટીના ઢેફા ભરીને 4 ટ્રકો લાવવામાં આવ્યા હતા. તેમજ જેતપુરના સાડીના બે ગોડાઉનમાં ભેળસેળ કરવામાં આવી હતી.

જેતપુરના વેપારીએ જ મગફળીમાં ભેળસેળ કરાવી હોવાનું મજૂરોએ કબુલ્યું હતું. મજૂરોએ જણાવ્યા મુજબ જેતપુરમાં અલંકાર ટ્રેડર્સ નામની દુકાન ધરાવતો વિશાલ સખરેલીયા નામનો વેપારી કેશોદના ઓઈલ મીલર રાજેશ વડાલીયાને સારી મગફળી આપી દેતો હતો. સામે ઓઈલ મીલર રાજેશ ખરાબ મગફળી મોકલતો અને તેમાં અમે ધૂળ અને કાંકરા ભેળવીને બારદાનમાં ભરી દેતાં.

પોલીસે આ અંગે પણ ટ્રક ચાલકોની પૂછપરછ કરી દસ્તાવેજો પણ ચકાસતા વિશાલ અને રાજેશની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. પોલીસે અલંકાર ટ્રેડર્સમાં તપાસ કરતાં બારદાનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આગળની તપાસ વધારવા બન્નેના રિમાન્ડ માગ્યા હતા જે 9 દિવસના મંજૂર થયા છે. તેમજ ગુજકોટના સુધીર મલ્હોત્રાની પૂછપરછ કરતા મગન ઝાલાવડિયાને ઓળખતો ન હોવાનું રટણ કર્યું હતું.
Published by: Sanjay Vaghela
First published: August 10, 2018, 6:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading