રાજકોટમાં મોટી દુર્ઘટના ટળી, જામનગર રોડ પર સર્જાયો ત્રિપલ અકસ્માત

રાજકોટમાં મોટી દુર્ઘટના ટળી, જામનગર રોડ પર સર્જાયો ત્રિપલ અકસ્માત
મોટી દુર્ઘટના ટળી.

ઇન્ડિયન ગેસના ટ્રક પાછળ વહેલી સવારે એક કાર ઘૂસી ગઈ હતી, જે બાદમાં પાછળ આવી રહેલી કારે આ કારને ટક્કર મારી હતી.

  • Share this:
રાજકોટ: શહેર અને જિલ્લા (Rajkot district)માં અકસ્માતનાં એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં આજે વહેલી સવારે ત્રિપલ અકસ્માત (Rajkot triple accident)નો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે અકસ્માતનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા (Social media)માં વાયરલ થઇ રહ્યા છે. અકસ્માતમાં બે લોકોને ઈજા થતાં તેમને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં એક કાર પહેલા ટ્રક (Truck)ની પાછળ ઘૂસી ગઈ હતી. જે બાદમાં તેની પાછળ આવી રહેલી કારે ટ્રકમાં ઘૂસી ગયેલી કારને ટક્કર મારી હતી.

હાલ શિયાળાના કારણે વહેલી સવારે તેમજ મોડી રાત્રે ધુમ્મસ જેવું વાતાવરણ થઇ જાય છે. જેના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં પણ તકલીફ પડે છે. આજે બુધવારે સવારે ઇન્ડિયન ગેસનો ટ્રક કોસ્મોપ્લેક્સ ચોકડીથી એસઆરપી ઘંટેશ્વર ગ્રુપ 13ના રસ્તે થઈ રાજકોટ માધાપર ચોકડી તરફ આવી રહ્યો હતો. એસઆરપીથી થોડે દૂર ટ્રક રાજકોટના માધાપર ચોકડી તરફ વળાંક લઇ રહ્યો હતો તે સમયે ન્યારી ચેકપોસ્ટથી રાજકોટ માધાપર ચોકડી તરફ આવતા રસ્તેથી વેગનાર કાર તેમજ i20 કાર આવી રહી હતી. સૌપ્રથમ ઇન્ડિયન ગેસના ટ્રકની પાછળના ભાગે વેગનાર કાર ઘૂસી ગઈ હતી. ત્યાર બાદ જોત જોતામાં તેની પાછળ આવતી i20 કાર પણ અથડાતા અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો: સુરત માતા-પુત્રનો આપઘાત: સુસાઇડ નોટમાં લખ્યું- 'મકાન હોવા છતાં ભાડાના મકાનમાં રહું છું, લોનમાં ફસાયો છું'

અકસ્માતની ઘટના પગલે ટ્રકમાં વધારે નુકસાન થવા પામ્યું ન હતું પરંતુ બંને કારમાં મોટું નુકસાન થયું છે. સાથે જ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ અકસ્માતના પગલે પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે ગોંડલના બીલયાળાના પાટીયા પાસે કપાસ ભરેલા ટ્રક અને i20 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક અને કાર બંને સળગી ઉઠ્યા હતા. આગ વધુ પ્રસરતા કારમાં સવાર ત્રણ મહિલા ભડથું થઈ જવા પામી હતી. બનાવની જાણ થતાં ગોંડલનાં બે ફાયર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
Published by:Vinod Zankhaliya
First published:January 06, 2021, 14:21 pm

ટૉપ ન્યૂઝ