Rajkot News : રાજકોટ શહેરમાં (Rajkot) સોમવારની રાત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશન (Rajkot Police) પાસે આવેલી એક હોટેલની બહાર સશસ્ત્ર મારામારીની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે છ શખ્સો (Rajkot Police) વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમની ધરપકડની કાર્યવાહી કરી છે. મારામારીની ઘટના સીસીટીવીમાં (CCTV Video) કેદ થવાથી હાલ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. મારામારીની ઘટના મૂળિયામાં સ્ત્રીપાત્ર કારણભૂત હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારની રાત્રે 11:30 કલાકના અરસામાં ત્રિકોણ બાગ પાસે આવેલી મચ્છુધણી ચાની હોટલ ની બહાર સશસ્ત્ર મારામારીની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે કઇ રીતે બંને જૂથ એકબીજા ઉપર લુખ્ખાતત્વો ની જેમ તૂટી પડ્યા હતા.
ધાતુના ચપ્પા નો ઉપયોગ
એક પક્ષ દ્વારા ધાતુના ચપ્પા નો ઉપયોગ કરવામાં આવ્યો હતો જ્યારે કે બીજા પક્ષ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. એ ડિવિઝન પોલીસ દ્વારા રોહિત મોતીસિંગ વિશ્વકર્માની ફરિયાદના આધારે અરુણ અને અનિલ સોની નામના ભાઇઓ વિરુઘ્ધ પોલીસ ફરિયાદ નોંધી હતી. જ્યારે કે સામા પક્ષે અરૂણભાઇ સોનીની ફરિયાદના આધારે રોહિત વિશ્વકર્મા, દિનેશ ટમટા, જયેશ વિશ્વકર્મા તેમજ યોગેશ ચૌહાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
પોલીસ ફરિયાદમાં રોહિત વિશ્વકર્મા નામના વ્યક્તિએ જણાવ્યું છે કે, બીજી મેના રોજ ભીલવાસ વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર તે પેટ્રોલ ભરાવા ગયો હતો. ત્યાં તેણે પોતાની સ્ત્રી મિત્ર અરુણા ને જોઈ હતી. ત્યારે અરુણા ને તેણે પોતાની ગાડીમાં બેસવા જણાવ્યું હતું.જોકે અરુણાએ ગાડીમાં બેસવા બાબતે તેને ના પાડી દીધી હતી.
એ જ સમયે અરુણ પુરાણ ભાઈ સોની ગાડીમાં પેટ્રોલ પુરાવી પેટ્રોલ પંપ ની બહાર નીકળ્યો હતો ત્યારે તેણે રોહિતને જણાવ્યું હતું કે અરુણા મારી સાથે આવી છે તે તારી સાથે નહીં આવે. જે બાબતે અરુણ અને રોહિત વચ્ચે બોલાચાલી થઇ હતી તેમજ ઝપાઝપી પણ થઈ હતી. બાદમાં અરુણના મોટાભાઈ અનિલે રોહિતને સમાધાન અર્થે ત્રિકોણબાગ ખાતે બોલાવ્યો હતો. જ્યાં સમાધાન માટે એકઠા થયેલા બે જૂથ વચ્ચે સૌપ્રથમ ઉગ્ર બોલાચાલી અને ત્યાર બાદ મારામારીની ઘટના સર્જાઇ હતી
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર