રાજકોટ : ત્રિપલ સવારી જઈ રહેલા યુવકોને ટ્રાફિક બ્રિગેડે ધોકા ફટકાર્યાનો આક્ષેપ, લોહીલુહાણ યુવકનો Video થયો Viral

રાજકોટ : ત્રિપલ સવારી જઈ રહેલા યુવકોને ટ્રાફિક બ્રિગેડે ધોકા ફટકાર્યાનો આક્ષેપ, લોહીલુહાણ યુવકનો Video થયો Viral
ઘટના રાજકોટના નાણાવટી ચોકની છે, CCTVમાં પોલીસની બર્બરતા કેદ થઈ હોવાની ચર્ચા

વીડિયોમાં ઇજાગ્રસ્ત યુવક કહી રહ્યો છે પોલીસે ફટકાર્યા, ગાંધીગ્રામ પીઆઈ વાળા કહે છે કે યુવકે સ્લીપ થતા લોહી નીકળ્યાનું જણાવ્યું ફરિયાદ કરવાની પણ ના પાડી

  • Share this:
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં ખાખીનો રોફ (Rajkot Police) સામે આવી રહ્યો છે. આમ તો ખાખી પહેરનાર લોકોના રક્ષક હોય છે પરંતુ જે ઘટનાઓ સામે આવી રહી છે તે ઘટનાઓ જોતાં સૌ કોઈ કહી ઊઠે છે કે હવે તો રક્ષક ખુદ બન્યા છે. રાજકોટ શહેરમાં મંગળવારના રોજ ટ્રાફિક વોર્ડન (traffic warden in Rajkot) દ્વારા ત્રણ જેટલા યુવાનોને માર મારવામાં આવ્યો હતો યુવાનો ગંભીર રીતે આ ઘટનાની અંદર ઘાયલ પણ થયા છે. ત્યારે યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હોય તેનો એક (Viral video of Rajkot Traffic Warden) વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં ઘાયલ થયેલા યુવાનો પણ સ્પષ્ટપણે પોલીસ (Police beaten boys in Rajkot) પાસે તેમજ તંત્ર પાસે જાણે કે લાચાર હોય પાંગળા બન્યા હોય તે પ્રકારે વોર્ડન વિરુદ્ધ કોઈ પણ જાતની પોલીસસ (Rajkot Police) ફરીયાદ નહિ નોંધાવવાનું જણાવી રહ્યા છે. જે પ્રકારે આ વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે તે મુજબ ચર્ચાઈ રહેલી વાત મુજબ મંગળવારના રોજ સાંજે 7:30 થી 8:00 વાગ્યા વચ્ચે ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ઋતુરાજ પરમાર તેના બે મિત્રો ચિન્ટુ પરમાર અને રોહન વાઘેલા ને પોતાના બાઇકમાં બેસાડી લઈ જતો હતો.

આ પણ વાંચો :  રાજ્યમાં Coronaના કેસનો વિસ્ફોટ, 24 કલાકમાં 925 કેસ પોઝિટિવ,791 દર્દી રિકવર થયાઆ સમયે નાણાવટી ચોકમાં ટ્રાફિક બ્રિગેડના જવાન દ્વારા તેમને રોકવામાં આવ્યા હતાં પરંતુ તેમની પાસે દંડ આપવાના પૈસા ન હોઈ તેઓએ પોતાનું બાઈક હંકારી મુક્યું હતું જે બાબતે ટ્રાફિક વોર્ડન દ્વારા તેમનો પીછો કરવામાં આવ્યો હતો. જે બાદ યુવકો સાથે માથાકૂટ કરી તેમને ગંભીર પ્રકારે ઈજા પહોંચાડવામાં આવી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેસ પણ થઈ છે. ત્યારે સમગ્ર મામલાનો વિડીયો વાયરલ થતાં લોકોમાં ટ્રાફિક વોર્ડન પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. તો સાથે જ વોર્ડન વિરુદ્ધ તાત્કાલિક અસરથી ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે.આ પણ વાંચો :  સુરત : વરાછામાં 106 વર્ષના ગોવિંદ દાદા સહિત પરિવારના 7 સભ્યોએ આયુર્વેદિક દવાથી કોરોનાને હરાવ્યો

સમગ્ર મામલે ન્યુઝ 18 ગુજરાતી દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ વાળા નો સંપર્ક સાધવામાં આવ્યો હતો. વાયરલ વિડીયો મામલે પીઆઈ વાળા એ જણાવ્યું હતું કે વાયરલ વિડીયો મામલે અમારા દ્વારા તપાસ કરવામાં આવી છે. બે બે વખત અમારા દ્વારા વાયરલ વિડીયો માં જે વ્યક્તિ ઇજાગ્રસ્ત દેખાઈ છે તેમને ઘટના કઈ રીતે બની તે અંગે પૂછવામાં આવેલ હતું પરંતુ તેમનું કહેવું છે કે તેઓ બાઈક સ્લીપ થતાં અકસ્માતમાં ઘાયલ થયા છે.

ઋતુરાજ સોલંકી નામના યુવકને કથિત રીતે ફટકારનારા જવાનો એલઆરડી હોવાની ચર્ચા


આ પણ વાંચો :  સુરત : 'સ્થિતિ ખરાબ છે, છટકી જજો અહીંથી, કાલે તો મેં 70-80 લાશ ગણી', 108ના ડ્રાઇવરની ઑડિયો ક્લિપ Viral

તેમને કોઈના વિરુદ્ધ પોલીસ ફરીયાદ કરવી નથી. તેમ છતાં અમારા દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. જો આ ઘટનામાં કોઈ કસૂરવાર હશે તેમની વિરુદ્ધ ચોક્કસ કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ટ્રાફિક વોર્ડન ની દાદાગીરી ના અનેક બનાવો સામે આવ્યા છે તો સાથે જ ભૂતકાળમાં રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે સિદ્ધાર્થ ખત્રી ફરજ બજાવતા હતા ત્યારે તેઓએ ટ્રાફિક નિયમન સિવાયની કામગીરી કરનારા અસંખ્ય વોર્ડનને બ્લેક લિસ્ટ માં મૂકી દીધા હતા.
Published by:Jay Mishra
First published:July 15, 2020, 21:28 pm

ટૉપ ન્યૂઝ