રાજકોટઃ બાઇક ચાલક પાસે ટ્રાફિક પોલીસે માંગી રૂ.500ની લાંચ, સસ્પેન્ડ

News18 Gujarati
Updated: May 2, 2019, 6:18 PM IST
રાજકોટઃ બાઇક ચાલક પાસે ટ્રાફિક પોલીસે માંગી રૂ.500ની લાંચ, સસ્પેન્ડ
વીડિયોની ફાઇલ તસવીર

ગોંડલ રોડ ઉપર ઓવર બ્રિજ ઉપર ટ્રાફિક પોલીસની ત્રિપલ સવારી બાઇક ચાલક પાસેથી રૂપિયા 500 લઇને ચાલકને જવા દેવાની ઘટના કેમેરામાં કેદ થઇ હતી.

  • Share this:
હરિન માત્રાવાડિયા, રાજકોટઃ સોશિયલ મીડિયા આવ્યા પછી સરકારી અધિકારીઓની લાંચ લેવાની નાપાક હરકતો પ્રકાશમાં આવતી જાય છે. બીજી તરફ પણ સામાન્ય જનતા પણ લાંચ માટે જાગૃત થઇ છે. પોતાના હોદ્દાનો ખોટો દૂરઉપયોગ કરીને જનતા પાસેથી રૂપિયા પડતા અધિકારીઓને ખૂલ્લા પાડે છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની હતી. ગોંડલ રોડ ઉપર ઓવર બ્રિજ ઉપર ટ્રાફિક પોલીસની ત્રિપલ સવારી બાઇક ચાલક પાસેથી રૂપિયા 500 લઇને ચાલકને જવા દેવાની ઘટના કેમેરામાં કેદ થઇ હતી. ત્યારબાદ માથાકૂટ થયા પછી મામલો સમાધાન બાદ થાળે પડ્યો હતો. જોકે, ટ્રાફિક જેસીપીએ ટ્રાફિક કોન્સ્ટેબલ ફરિદને સસ્પેન્ડ કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

રાજકોટના ગોંડલ રોડ ઓવરબ્રિજ ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા ત્રિપલ સવારી બાઇકને રોકી હતી. અને રૂપિય 1500નો દંડ ફટકાર્યો હતો. યુવકોએ જીપમાં બેઠેલા ટ્રાફિક પોલીસ સાથે વાત કરી હતી. આ સમયે એક યુવકે મોબાઇલમાંથી કેમેરા ચાલું કરી દીધો હતો જેના પગલે સમગ્ર ઘટના કેદ થઇ હતી.

વીડિયોમાં દેખાતા છે કે ટ્રાફિક પોલીસ યુવક પાસેથી દંડ પેટે રૂ. 1500ની માંગણી કરે છે. ત્યારબાદ યુવકોની થોડી રકઝક બાદ યુવકોએ માંડવલી કરવાનું કહેતા. અધિકારીએ પહેલા 1000 રૂપિયાની લાંચ માંગી અને ત્યારબાદ યુવકોએ મામલો રૂ.500માં થાળે પાડ્યો હતો. યુવકોએ રૂ. 500ની નોટ અધિકારીને આપી હતી. ત્યારબાદ યુવકોએ 500 રૂપિયા કેમ લીધા અને તેની સામે પહોંચ કેમ નથી આપી એ અંગે પ્રશ્નો પૂછ્યા હતા. અને લાંચને ઉઘાડી પાડવાની પણ વાત કરી હતી. ત્યારબાદ બાઇક ચાલક અને પોલીસે લાંબી રકઝક બાદ સમાધાન કરી મામલો થાળે પાડ્યો હતો. જોકે, આ ઘટનામાં કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી.
First published: May 2, 2019, 4:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading