રાજકોટમાં ફસાયેલા NRI માટે ટૂર એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીએ શરૂ કરી હેલ્પલાઇન

રાજકોટમાં ફસાયેલા NRI માટે ટૂર એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીએ શરૂ કરી હેલ્પલાઇન
રક્ષિતભાઈ.

હેલ્પલાઇન પર નિશુલ્ક માર્ગદર્શન આપવામાં આવશે, રાજકોટ કોઈ ફસાયું હશે તો રહેવાની સગવડતા પણ આપવામાં આવશે.

  • Share this:
રાજકોટ : રાજકોટ સહિત સમગ્ર વિશ્વભરમાં કોરોના વાયરસે (Coronavirus) હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસ (Coronavirus Case in Gujarat)નો સૌ પ્રથમ કેસ રાજકોટ (Rajkot)માં નોંધાયો છે. ત્યારે કોરોના વાયરસના કારણે વિદેશ (Foreign) થી ભારત આવી પહોંચેલા ભારતીયોને હાલ વિદેશ પરત પહોંચવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોરોના વાયરસના કારણે ઉદ્યોગ ધંધા પર માઠી અસર પહોંચી છે. ત્યારે સૌથી માઠી અસર ટૂર એન્ડ ટ્રાવેલ્સ (Tour and Travels) સાથે જોડાયેલા ધંધાર્થીઓને પડી છે. આ સમયે રાજકોટના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીઓ રાજકોટમાં ફસાયેલા એનઆરઆઈ (NRI)ઓ માટે નિશુલ્ક હેલ્પલાઇન શરૂ કરી છે.

હાલ કોરોના વાયરસના કારણે મોટાભાગની એરલાઇન્સ દ્વારા કેટલાક દેશોની ફ્લાઇટો બંધ કરી દેવામાં આવી છે. ઇન્ડિયન એરલાઇન્સ દ્વારા મોટાભાગની ફ્લાઇટ 31 માર્ચ સુધી રદ કરી દેવામાં આવી છે. જે પણ લોકોએ ઇન્ડિયન એરલાઇન્સ દ્વારા પોતાની ટિકિટ બુક કરાવી છે તેઓની હાલત ખરાબ બની છે. બીજી તરફ અનેક એવા પણ લોકો છે કે જેમણે પોતાની ટિકિટ એક્સટેન્ડ કરાવવાની પણ ફરજ પડી છે. ત્યારે રાજકોટમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા રક્ષિતભાઈ જોશીએ NRI માટે એક હેલ્પલાઇન શરૂ કરી છે. જે હેલ્પલાઇન નંબર ૯૮૨૪૨૨૧૪૪૭ પર એન.આર.આઇ સંપર્ક કરી પોતાની સમસ્યાનું સમાધાન મેળવી શકે છે. આ અંગે કોઈ ચાર્જ વસૂલ નહીં કરવામાં આવે.આ પણ વાંચો : ગુજરાતમાં coronavirus: રાજકોટ-સુરતના દર્દીના સંપર્કમાં આવેલા 25 વ્યક્તિ પણ દેખરેખમાં

ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રક્ષિતભાઈ જોશી જણાવ્યું છે કે, હાલ એર ઇન્ડિયાની ઓફિસ પર જો કોઈ વ્યક્તિએ ટિકિટ એક્સટેન્ડ કરાવી હોય તો ત્યાં લાંબી લાઇનો લાગે છે. સિનિયર સિટીઝન માટે બે-ત્રણ કલાક લાંબી લાઇનમાં ઉભા રહેવું શક્ય નથી હોતું. તેમજ વિદેશથી રાજકોટ આવેલા ઘણા એન.આર.આઈ પાસે પૈસાનો પણ અભાવ હોવાનું સામે આવ્યું છે. કારણ કે એરલાઇન્સ દ્વારા હાલ ફ્લાઇટ બંધ કરવામાં આવી છે, જેના કારણે તેમને ફરજિયાત રાજકોટમાં રોકાવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જો કોઈ એન.આર.આઈની પાસે પૈસા ન હોય તો તેવો તેમના માટે રહેવાની સગવડ પણ કરી આપશે.

આ પણ વાંચો : Coronavirus : દેશમાં ખાવા-પીવાની વસ્તુઓની કોઈ ખોટ નથી, ગભરાશો નહીં - PM મોદીરક્ષિતભાઈએ શરૂ કરેલી હેલ્પલાઇન નંબર પર 75 વર્ષીય લલીતાબેને સંપર્ક સાધ્યો હતો. લલીતાબેન ગત નવેમ્બર માસથી રાજકોટમાં રહે છે. હાલ લલીતાબેનનો દીકરો લંડનમાં હોવાથી તેઓ પણ લંડન દીકરા સાથે જ રહે છે, પરંતુ વર્ષો સુધી તેઓ રાજકોટમાં રહેતા હોવાથી તેમનું અહીં ઘર છે. આ કારણે તેઓ વર્ષમાં કેટલાક મહિના રાજકોટમાં રહે છે. ત્યારે ગત 19 માર્ચની તેમની લંડનની ટિકિટ હતી. જોકે, કોરોના વાયરસના કારણે હાલ એર ઇન્ડિયા દ્વારા વિદેશની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. જે બાદમાં લલીતાબેને પોતાની ટિકિટ રદ કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે એરલાઇન્સ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે તમારે ટિકિટ એક્સટેન્ડ કરવી હોય તો અમે કરી આપીશું પરંતુ જો તમે તમારી ટિકિટ રદ કરશો તો તમારે તમારા તમામ ચૂકવેલા પૈસા ગુમાવવા પડશે.

કોરોના વાયરસના કારણે ઇન્ડિયન એરલાઇન્સ દ્વારા હાલ 31 માર્ચ સુધી પોતાની તમામ વિદેશની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Published by:News18 Gujarati
First published:March 20, 2020, 10:02 am

ટૉપ ન્યૂઝ