Home /News /kutchh-saurastra /

રાજકોટ : લોકડાઉનથી કંટાળી નિવૃત શિક્ષકે આપઘાત કર્યો, વૃદ્ધ માતાએ એકનો એક પુત્ર ગુમાવતા અરેરાટી

રાજકોટ : લોકડાઉનથી કંટાળી નિવૃત શિક્ષકે આપઘાત કર્યો, વૃદ્ધ માતાએ એકનો એક પુત્ર ગુમાવતા અરેરાટી

લોકડાઉનથી કંટાળી નિવૃત શિક્ષકે આપઘાત કરી લેતા અરેરાટી

એકલૌતા પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

રાજકોટ : સમગ્ર દેશમાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા લોકડાઉન અમલમાં મુકવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉનથી કંટાળી લોકો આપઘાત કરતા હોવાની ચોકાવનારી અનેક ઘટના બની છે ત્યારે શહેરના 150 ફુટ રીંગરોડ ઉપર આવેલી રામવિહાર સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષકે લોકડાઉનથી કંટાળી એસીડ પી આપઘાત કરી લીધો હતો. નિવૃત શિક્ષકના આપઘાતથી વૃધ્ધ માતાએ એકનો એક પુત્ર અને એકલૌતા પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મુજબ શહેરમાં 150 ફુટ રીંગરોડ પર બાલાજી હોલ પાસે આવેલી રામવિહાર સોસાયટીમાં રહેતા મુળજીભાઇ માંડલભાઇ સવનીયા નામના 60 વર્ષના સોરઠીયા પ્રજાપતિ વૃધ્ધે લોકડાઉનથી કંટાળી પોતાના ઘરે એસીડ પી લીધુ હતું. વૃધ્ધને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વૃધ્ધે ટુંકી સારવાર દરમ્યાન હોસ્પીટલના બીછાને દમ તોડી દેતા સોરઠીયા પ્રજાપતિ પરીવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

પ્રાથમીક પુછતાછમાં મૃતક વૃધ્ધને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. મૃતક મુળજીભાઇ સવનીયા કેશોદના રંગપર ગામે પ્રાથમીક શાળામાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા હતા અને મુળજીભાઇ સવનીયા બે વર્ષ પૂર્વે નિવૃત થયા બાદ એકાદ વર્ષથી રાજકોટ રહેતા પુત્ર સાથે રહેવા આવી ગયા હતા. મૃતક મુળજીભાઇ સવનીયાના વૃધ્ધ માતા પણ હજુ હયાત છે. છેલ્લા એક માસથી ચાલી રહેલા લોકડાઉનને કારણે મુળજીભાઇ સવનીયા સેવાકીય કાર્ય ઉપરાંત કોઇપણ કાર્ય નહીં કરી શકતા મુળજીભાઇ સવનીયાએ લોકડાઉનથી કંટાળી એસીડ પી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પહેલા પણ સૌરાષ્ટ્રમાં લોકડાઉનથી ત્રસ્ત બે યુવાને પણ જીવન ટૂંકાવ્યા હતા

રાજકોટ જીલ્લાના ઉપલેટા ખાતે રહેતા અને ટ્રક ચલાવી પરીવારનું ગુજરાન ચલાવતા ઘનશ્યામભાઇ સામતભાઇ કંડોરીયા નામના 30 વર્ષના આહિર યુવાન 4 એપ્રિલે બેંગ્લોરથી ટ્રક લઇને આવ્યા બાદ તેને કોરોના સંક્રમણને લઇને કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. જ્યાં 9 તારીખે ઘરેથી ભાગી ગયા બાદ 10 તારીખે જૂનાગઢ નજીક આવેલા ચોકલી ગામ પાસેથી ઝેરી દવા પી આપઘાત કરેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે લોકડાઉનમાં રાજકોટથી જામનગર ગયેલા યુવાને પણ લોકડાઉનથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. લોકડાઉનથી કંટાળી અત્યાર સુધીમાં 3 વ્યક્તિએ જીવન ટૂંકાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
Published by:kiran mehta
First published:

Tags: Commited suicide, Commits Suicide, Rajkot police

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन