Home /News /kutchh-saurastra /

'મારે કોઇની સાથે વાંધો નથી, કોઇ સાથે તકલીફ નથી, બધા હળી મળીને રહેજો', લખી યુવકનો આપઘાત

'મારે કોઇની સાથે વાંધો નથી, કોઇ સાથે તકલીફ નથી, બધા હળી મળીને રહેજો', લખી યુવકનો આપઘાત

યુવાને ઘરે પંખા સાથે ઇલેકટ્રીક વાયર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

યુવાને ઘરે પંખા સાથે ઇલેકટ્રીક વાયર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

રાજકોટમાં છેલ્લા થોડા દિવસોમાં આપઘાતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટમાં એક ફૂડ ડીલીવરી બોયનું કામ કરતા યુવાને આત્મહત્યા કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી ચુકી છે.

યુવકે પોતાના ઘરમાં આપઘાત કર્યો હતો. 'મારે કોઇની સાથે વાંધો નથી, કોઇ સાથે તકલીફ નથી. આઇ હેટ માય લાઇફ'. આવી ચિઠ્ઠી લખી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, કોઠારીયા રોડ પર આવેલી જુની સૂર્યોદય સોસાયટીમાં રહેતાં વિજય અનિલભાઇ પિત્રોડા નામના યુવાને ઘરે પંખા સાથે ઇલેકટ્રીક વાયર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ઘરના સભ્યો બહાર ડેલી પાસે બેઠા હતાં ત્યારે યુવકે રૂમ બંધ કરી ગળાફાંસો ખાઇ લીધો હતો. ઘણા સમયથી વિજય અંદર જ હોવાથી બહાર બેઠેલા અન્ય સભ્યો જયારે ઘરમાં ગયા ત્યારે વિજયે આપઘાત કયો હવાનું સામે આવ્યું. પરિવારે ૧૦૮ ને જાણ કરી હતી. ડોક્ટરે વિજયને મૃત હજેર કર્યો હતો.

સમગ્ર મામલાની જાણ થતા પોલીસ પણ પહોચી કાર્યવાહી હાથ ધરી હતી. વિજય ઝોમેટોમાં ડિલીવરીમેન તરીકે કામ કરતો હતો અને અપરિણીત હતો. વિજયે શા મે આપઘાત કર્યો તેને લઈને પરિવાર પણ અજાણ છે.

પોલીસે તપાસ કરતા વિજયએ લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું છે કે મારી રીતે આત્મહત્યા કરુ છું, કોઇની સાથે તકલીફ નથી, કોઇ વાંધો નથી, બધા હળીમળીને રહેજો. આઇ હેટ માય લાઇફ' લખ્યું છે. વિજય કોઇ કારણોસર જિંદગીથી કંટાળી ગયાની શકયતા તેના લખાણ પરથી જણાય છે.
Published by:kiran mehta
First published:

Tags: Committed suicide, Rajkot police

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन