રાજકોટ: ઝૂમાં સાપ કરડવાથી વાઘણનું મોત

News18 Gujarati
Updated: July 31, 2018, 6:29 PM IST
રાજકોટ: ઝૂમાં સાપ કરડવાથી વાઘણનું મોત

  • Share this:
રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાજકોટ ઝૂમાં સાપ કરડવાથી એક 12 વર્ષની વાઘણનું મોત નિપજ્યું છે. રાજકોટ ઝૂમાં બે કોમન ટાઇગર માદા હતી. જેમાં એકનું સાપ કરડવાથી મોત નિપજ્યુ છે. રાજકોટ ઝૂમાં સાત વાઇટ ટાઇગર છે.

રાજકોટ ઝૂનાં સુપ્રિન્ટેન્ડેન્ટ ડે. આર.કે. હિરપરાએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યુ કે, ભૂમિ નામની વાઘણને ઝૂમાં મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવી હતી અને સાંજનો સમય થતા તેને ઓપન એન્કલોઝરમાંથી અંદર પાંજરામાં લઇ જવા માટે તૈયારી કરવામાં આવી. અમારે સ્ટાફ રૂટિન ક્રિયા મુજબ વાઘણ પાસે ગયા પણ તે ઉભી થઇ નહી. ત્યાંથી હલી નહી. આથી અમારા સ્ટાફને ચિંતા થઇ. મુંઝવણ થઇ કે, તેની પાસે જવુ કઇ રીતે? આમ છતા, તેની નજીક ગયા. આમ છતાંય તે હલી પણ નહીં. અમે ધીરે રહીને તેના પગ બાંધી તેને અંદર લઇ આવ્યા અને તેની સારવાર શરૂ કરી. વાઘણના ડાબા થાપાના ભાગે સ્વેલીંગ જોવા મળ્યુ અને અમને શંકા ગઇ કે, જરૂર તેને સાપ કરડ્યો હશે. આ પછી, વેટરનરી ડોક્ટર દ્વારા તેની એ દિશામાં સારવાર શરૂ કરી પણ આ સારવાર કારગત નીવડી નહીં અંતે સાડા આઠ વાગ્યાની આસપાસ તેનું મોત નિપજ્યું”.

આર.કે. હિરપરાએ વધુમાં જણાવ્યુ કે, આ વાઘણના મૃત્યુ પછી તેનું ત્રણ ડોક્ટરો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ. જેમાં એવુ જાણવા મળ્યુ કે, વાઇપર પ્રજાતિનાં કોઇ સાપ કરડવાથી મૃત્યુ થયુ હોવુ જોઇએ. રાજકોટ ઝૂ જેને પ્રધ્યુમન પાર્ક ઝૂ તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક કુદરતી રીતે જંગલ જેવો વિસ્તાર છે. જ્યાં અવાર-નવાર સાપ નિકળે છે”

રાજકોટ ઝૂના સુત્રોના જણાવ્યા અનુસાર, આજે મંગળવારે જ, આ વાઘણના ઓપન એન્કલોઝર વાળા વિસ્તારમાંથી કોબ્રા જોવા મળ્યો. હાલ રાજકોટ ઝૂ ખાતે જુદી જુદી ૫૧ પ્રજાતિઓનાં કુલ 408 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો અગાઉ, રાજકોટ ઝૂમાં કૂતરાએ કાળીયારને મારી નાંખ્યા હતા.
First published: July 31, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading