અમદાવાદ, રાજકોટ સહિત રેલવે સ્ટેશનો પર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે રિઝર્વેશન કાઉન્ટર શરૂ કરાયા


Updated: May 22, 2020, 10:39 AM IST
અમદાવાદ, રાજકોટ સહિત રેલવે સ્ટેશનો પર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે રિઝર્વેશન કાઉન્ટર શરૂ કરાયા
રાજકોટ

રિઝર્વેશન કાઉન્ટર પરથી સવારના આઠ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ટિકિટ મળશે, રવિવારે આઠથી બે વાગ્યા સુધી કાઉન્ટર ખુલ્લું રહેશે.

  • Share this:
રાજકોટ/અમદાવાદ : રેલવે મંત્રી પિયુષ ગોયેલ (Railway Minister Piyush Goyal) તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે આગામી 1 જૂનથી 200 જેટલી ટ્રેન દોડતી થશે. જેને લઈને અલગ અલગ રેલવે સ્ટેશનો (Railway Stations) પર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ રેલવે (Rajkot Railway Division) દ્વારા પણ આજથી એક રિઝર્વેશન કાઉન્ટર (Railway Reservation Counter) શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદ ડિવિઝન હેઠળ આવતા સાત રેલવે સ્ટેશનો પર રિઝર્વેશન કાઉન્ટર શરૂ કરી દેવામાં આવ્યા છે.

તમામ જગ્યાએ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તેવી રીતે કાઉન્ટરની શરૂઆત કરવામાં આવી છે. રિઝર્વેશન કાઉન્ટર સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. જ્યારે રવિવારના દિવસે સવારે 8 થી 2 વાગ્યા સુધી રિઝર્વેશન કાઉન્ટર કાર્યરત રહેશે. આ કાઉન્ટર પરથી રેલવે દ્વારા જાહેર કરાયેલી ટ્રેનોની જ ટિકિટ મળશે. રેલવે વિભાગ દ્વારા નક્કી કરાયેલા શરતો મુજબ કન્ફર્મ ટિકિટ જ મળશે.

સાબરમતી (અમદાવાદ)


જોકે, અગાઉની કોઈ પણ ટિકિટનું રિફંડ હાલ આ કાઉન્ટર પરથી નહીં આપવામાં આવે. રિફંડ માટે રેલવે વિભાગ દ્વારા નવી જાહેરાત કરવામાં આવશે. રાજકોટ રેલવે વિભાગની અંદર આવતા અન્ય કોઈ સ્ટેશન પર હાલ ટિકિટ કાઉન્ટર શરૂ થયું નથી. ફક્ત રાજકોટ જંકશન પર આવેલા કાઉન્ટર પરથી જ કન્ફર્મ ટિકિટ મળશે. ઉલ્લેખનીય છે કે જે રીતે સરકાર દ્વારા અવરજવરની છૂટછાટ આપવામાં આવી છે ત્યાર બાદ બસ અને રેલવે તેમજ હવાઈ સેવાને પણ તબક્કાવાર શરૂ કરવામાં આવી છે. રાજકોટ રેલવે સ્ટેશન પર રિઝર્વેશન કાઉન્ટર પર રાઉન્ડ કરી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદ


અમદાવાદ ડિવિઝનમાં સાત જગ્યા પર ટિકિટ કાઉન્ટર શરૂબીજી તરફ અમદાવાદ રેલવે ડિવિઝન હેઠળ આવતા સાત સ્ટેશન પર રેલવે રિઝર્વેશન કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના કાલુપુર ખાતે બે કાઉન્ટર શરૂ કરવામાં અવ્યા છે. જ્યારે સાબરમતી સ્ટેશન ખાતે એક, વિરમગામ ખાતે એક, ગાંધીધામમાં એક, ભુજમાં એક, મહેસાણામાં એક અને પાલનપુર ખાતે એક કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
First published: May 22, 2020, 10:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading