Home /News /kutchh-saurastra /Death Race: રાજકોટમાં બાઈક રેસમાં ઘાયલ ત્રીજા યુવકે પણ હોસ્પિટલના બીછાને હારી જિંદગી, જુઓ live bike race

Death Race: રાજકોટમાં બાઈક રેસમાં ઘાયલ ત્રીજા યુવકે પણ હોસ્પિટલના બીછાને હારી જિંદગી, જુઓ live bike race

બાઈક રેસમાં ત્રીજી જિંદગી હોમાઈ

Rajkot Crime News: રાજકોટ જામનગર હાઇવે (Rajkot-Jamnagar highway) પર કેટલાક યુવાનોને રેસ (bike race) લગાવવાના બદલામાં મોત મળ્યું હોવાનું સામે આવ્યું છે.

રાજકોટઃ રાજકોટ (Rajkot News) સહિત ગુજરાત ભરના અનેક રાજમાર્ગોપર એક સૂત્ર લખવામાં આવતું હોય છે " ઝડપની મજા મોતની સજા ". ત્યારે રાજકોટ જામનગર હાઇવે (Rajkot-Jamnagar highway) પર કેટલાક યુવાનોને રેસ (bike race) લગાવવાના બદલામાં મોત મળ્યું હોવાનું સામે આવ્યું છે. રાજકોટ જામનગર હાઇવે પર પંદર દિવસ પૂર્વે ચારથી પાંચ જેટલા ટુ વ્હીલર ચાલકો દ્વારા રેસ લગાવવામાં આવી હતી. જેના કારણે અન્ય વાહન ચાલકોને પણ વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી.

ત્યારે બાઇક રેસિંગની ઘટનામાં ત્રિપલ સવારી એક્સેસ ડિવાઈડર સાથે અથડાયું હતું. જેના કારણે ઘટના સ્થળ પર જ બે જેટલા વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે કે એક વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે યુવાનનું યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આમ વધુ એક યુવાનનું મૃત્યુ નીપજતા કુલ મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે. પંદર દિવસ પૂર્વે બાઇક રેસિંગના વિડીયો પણ સામે આવ્યા હતા.

પંદર દિવસ પૂર્વે રાજકોટ-જામનગર હાઇ-વે પર આવેલા પડધરી નજીક મોવૈયા સર્કલ પાસે અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. જે અકસ્માતના બનાવમાં ઘટના સ્થળે વિશાલ અને પરેશ ઉર્ફે પીન્ટુ નામના યુવાનોના મોત નિપજયા હતા. જ્યારે કે ભરત નામના યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પિતા-પુત્રને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોરની ધરપકડ, 9 સામે ફરિયાદ

ત્યારે છેલ્લા પંદર દિવસથી ભરતની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ આખરે સારવાર દરમિયાન ભરતે પણ દમ તોડયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ, થોડી ક્ષણો ની મજા યુવાનો તેમજ યુવાનોના પરિવાર માટે ઘાતક બની ગઈ હોવાનું સામે આવ્યું છે.



ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજકોટ મોરબી હાઇવે પર આ જ પ્રકારે બાઇક રેસિંગ ની ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. જે બાબત ના વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. તેમજ સમગ્ર મામલે કુવાડવા પોલીસ દ્વારા સ્ટંટ કરનાર તેમજ રેસ લગાવનારા યુવાનોની શોધખોળ પણ કરવામાં આવી હતી.
Published by:Ankit Patel
First published:

Tags: Accident News, CCTV Video, Crime news, Gujarati news, Rajkot News