રાજકોટઃ ચાઈનીઝ તુક્કલ વેચતા ત્રણ વેપારીઓની ધરપકડ

News18 Gujarati
Updated: January 15, 2018, 9:06 AM IST
રાજકોટઃ ચાઈનીઝ તુક્કલ વેચતા ત્રણ વેપારીઓની ધરપકડ
પોલીસે ત્રણ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

આજીડેમ પોલીસે જાહેરનામાના ભંગ બદલ ત્રણેય વેપારીઓની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • Share this:
રાજકોટઃ આ વખતે સરકાર દ્વારા ચાઈનીઝ તુક્કલ વેચવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. દર વર્ષે ચાઈનીઝ તુક્કલને કારણે આગના અનેક બનાવો બનતા હોય છે. રાજકોટમાં પણ આ વખતે પોલીસ દ્વારા ચાઈનીઝ તુક્કલ ન વેચવા અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું.

જોકે, જાહેરનામું છતાં અમુક લોકો છૂપી રીતે ચાઈનીઝ તુક્કલ વેચતા જોવા મળ્યા હતા. રાજકોટ પોલીસે ચાઈનીઝ તુક્કલ વેચવાના ગુના બદલ ત્રણ વેપારીની ધરપકડ કરી છે.

આજીડેમ પોલીસે જાહેરનામાના ભંગ બદલ ત્રણેય વેપારીઓની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તેમની પાસેથી 111 નંગ ચાઈનીઝ તુક્કલ પણ ઝપ્ત કર્યા છે.
First published: January 15, 2018
વધુ વાંચો
अगली ख़बर