રાજકોટમાં ખળભળાટ! PSI જેબલિયા સહિત 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા, જાણો - કેવું કાવતરૂ રચ્યું હતું


Updated: July 14, 2020, 5:12 PM IST
રાજકોટમાં ખળભળાટ! PSI જેબલિયા સહિત 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા, જાણો - કેવું કાવતરૂ રચ્યું હતું
રાજકોટમાં એક પીએસઆઈ સહિત ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ

ગત અઠવાડિયે આ તમામ વિરુદ્ધ અપહરણ જાનથી મારી નાખવાની ધમકી તેમજ કાવતરુ રચવાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

  • Share this:
રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા પી.એસ.આઇ જેબલિયા તેમજ કોન્સ્ટેબલ પ્રશાંત રાઠોડ અને પ્રતાપ કરપડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગત અઠવાડિયે આ તમામ વિરુદ્ધ અપહરણ જાનથી મારી નાખવાની ધમકી તેમજ કાવતરુ રચવાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પીએસઆઇ જેબલિયા સહિત ત્રણ પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધાતા તમામ સિક લીવ પર ઉતરી ગયા છે. ત્યારે આ ગુનાની તપાસ રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ ઠાકર તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે, જેનું સુપરવિઝન એસીપી કક્ષાના અધિકારી પ્રમોદ દિયોરા કરી રહ્યા છે.

હાલ પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓના ફોન કોલ્સની ડિટેઇલ્સ મેળવીને તેમના લોકેશનની ડિટેલ્સ મેળવીને ત્રણેયની શોધખોળ હાથ ધરવામાં આવી છે તો સાથોસાથ ત્રણેયના ઘરે પણ શોધખોળ હાથ ધરાતા ત્રણેય પોતાના ઘરે ન હોવાનું ખુલ્યું છે.

આ પણ વાંચોરાજકોટ : ચોથા પ્રેમલગ્ન માટે પતિએ પત્નીને કારની અડફેટે લઈ હત્યાનો કર્યો પ્રયાસ, Live અકસ્માત Video

થોડા સમય પૂર્વે માધાપર ચોકડી નજીક એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી દારૂની 28 બોટલ સાથે પોલીસે કાર કબજે કરી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપીનું નામ નમન બકુલભાઇ શાહ હોવાનું ખુલ્યું હતું.

આ પણ વાંચોસરકારી કર્મચારીમાંથી Don બન્યો, સૌરાષ્ટ્રના કુખ્યાત રાજુ શેખવા વિરુદ્ધ ACBમાં ફરિયાદ નોંધાઈ દરમિયાન ગાંધીગ્રામ પોલીસ મથકમાંથી થોડા સમય પૂર્વે પીએસઆઇ એમ બી જેબલિયાની બદલી અન્ય પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી, જે બાબતનો ખાર તેને ગાંધીગ્રામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વાળા તેમજ અન્ય કર્મચારીઓ સાથે રાખ્યો હતો, જેના કારણે તેણે દારૂના ગુનામાં ફરાર આરોપી નમન બકુલભાઈ શાહના ભાઈ અંકિતનો સંપર્ક સાધ્યો હતો. ત્યારે સમગ્ર મામલે ગત 29 જૂનના રોજ રાત્રીના અગિયાર પચ્ચીસ કલાકે પીએસઆઇ જેબલિયા સહિત ત્રણેય કર્મચારી આરોપીના ભાઈ અંકિત શાહનાં ઘરે ગયા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

તો સાથે જ અંકિતની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ વાળા તેમજ અન્ય પોલીસ કર્મીઓ પર acb કરાવવાનું કાવતરું રચ્યું હતું. જે સમગ્ર મામલાની જાણ ખુદ ફરાર આરોપી નમન શાહના ભાઈ અંકિત શાહ દ્વારા કરવામાં આવતા પોલીસે પી.એસ.આઇ તેમજ બે કોન્સ્ટેબલ વિરુદ્ધ અપહરણ તેમજ કાવતરૂં રચવાના સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
Published by: kiran mehta
First published: July 14, 2020, 5:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading