વીડિયો : ગોંડલ પાસે રૂ ભરેલા ટ્રકમાં કાર અથડાતા બૉમ્બ બ્લાસ્ટ જેવો ધડાકો થયો, ત્રણ મહિલા આગમાં ભડથું

વીડિયો : ગોંડલ પાસે રૂ ભરેલા ટ્રકમાં કાર અથડાતા બૉમ્બ બ્લાસ્ટ જેવો ધડાકો થયો, ત્રણ મહિલા આગમાં ભડથું
ગોંડલ અકસ્માતમાં મૃત્યુ પામનાર ત્રણે મુસાફર મહિલા હોવાનું જાણવા મળ્યું. કારમાંથી મૃતદેહ બહાર કઢાયા

સવારે 6 વાગ્યાની આસપાસ ગોંડલ ના બીલયાળાના પાટિયા પાસે કપાસ ભરેલા ટ્રક અને i 20 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

  • Share this:
ગોંડલ નેશનલ હાઈવે (Gondal Accident) પર આજરોજ વહેલી સવારે અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થતા 3 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બનાવની મળતી પ્રાથમિક માહિતી આ અનુસાર આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ગોંડલ ના બીલયાળાના પાટિયા પાસે કપાસ ભરેલા ટ્રક અને i 20 (gondal car truck accident) કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક અને કાર બંને સળગી ઉઠ્યા હતા. આગ વધુ પ્રસરતા કાર માં સવાર 3 મહિલા ભડથું થઈ જવા પામ્યા હતા. બનાવ ની જાણ થતાં ગોંડલ ના 2 ફાયર ઘટના સ્થળે પોહચી ગયા હતા.

આગ પર પાણી મારો ચલાવ્યો હતો.અકસ્માત ને પગલે હાઈવે પર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા. હાલ ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવ્યો છે. બનાવની જાણ થતાં ગોંડલ પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચી અને ટ્રાફિક ક્લીઅર કરાવ્યો હતો. ફાયર બ્રિગેડ ના દ્રાઈવર ના જણાવ્યા અનુસાર તેમને અકસ્માત નો કોલ મળતા જ તેવો તાત્કાલિક ફાયર સ્ટેશન થી બિલિયાળા જવા માટે રવાના થઇ ચુક્યા હતા, બે ફાયર ની ગાડી દ્વારા આગ બુજાવવામાં આવી હતી.

તસવીરોમાં જુઓ:  ગોંડલ : ટ્રક અને કાર અથડાતા અચાનક બંને વાહનો સળગ્યાં, કારમાં બેઠેલા ત્રણ લોકો આગમાં ભડથું

આગ બુજાતા કાર માં ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. જોકે વીડિયોમાં આગ લાગ્યા બાદ ધડાકો થયા નું પણ સામે આવ્યું છે. હાલ તો આગ કઈ રીતે લાગી તેનું કારણ અકબંધ છે અને કાર કોની છે તેમજ મૃત્યુ પામનાર કોણ છે તેની પણ કર્યાવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :  લુણાવાડા : મામલતદારનું ડ્રાઇવર સાથે અકસ્માતમાં મોત, સરકારી ગાડી ટ્રાવેલ્સ સાથે અથડાતા કચ્ચરઘાણ

અકસ્માત ને કારણે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. વહેલી સવારે 6 વાગ્યા ની આસપાસ નો બનાવ હોવાથી કઈ રીતે અકસ્માત સર્જાયો તે સ્પષ્ટ થઈ શક્યું નથી. હાલ પોલીસ દ્વારા પ્રત્યયક્ષદર્શી લોકો ને પણ પૂછપરછ કરી રહી છે. રૂ ભરેલા ટ્રક અને કાર વચ્ચે અકસ્માત બાદ આગ લાગવાનો વિડીયો વાઇરલ પણ થયો હતો.
Published by:Jay Mishra
First published:January 02, 2021, 11:09 am

ટૉપ ન્યૂઝ