મહિનામાં 111 બાળકોનાં મોત બાદ રાજકોટ સિવિલમાં એક જ રાતમાં ત્રણ નવજાતનાં મોત

News18 Gujarati
Updated: January 7, 2020, 11:35 AM IST
મહિનામાં 111 બાળકોનાં મોત બાદ રાજકોટ સિવિલમાં એક જ રાતમાં ત્રણ નવજાતનાં મોત
એક જ રાતમાં ત્રણ બાળકોનાં મોત નીપજ્યાં છે.

હાલ હોસ્પિટલની બહાર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

  • Share this:
રાજકોટ : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) આવેલી કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં 111 બાળકોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ જાન્યુઆરી મહિનાના પ્રથમ પાંચ દિવસમાં વધુ 13 બાળકોનાં મોત નીપજ્યા હતા. જ્યારે ગત એક જ રાતમાં ત્રણ નવજાત બાળકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે અન્ય બે બાળકોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ હોસ્પિટલની બહાર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મીડિયા કર્મીઓને હૉસ્પિટલમાં જવા દેવાની પરવાનગી મળી નથી રહી.

એક પેટીમાં બે નવજાત બાળકો રાખવામાં આવતા વિવાદ

રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં એક કાચની પેટીમાં બે બાળકોને રાખવામાં આવ્યા હોવાની તસવીર સામે આવી છે. જોકે, એક પેટીમાં એક જ બાળકને રાખી શકાય છે. આ ઉપરાંત પૂરતા સ્ટાફના અભાવે હોસ્પિટલની સ્થિતિ કફોડી જોવા મળી રહી છે. પીડિયાટ્રિક વિભાગમાં 14નાં સામે માત્ર 2 ફેકલ્ટી છે. હોસ્પિટલમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટની જગ્યા ઘણા સમયથી ખાલી છે. 15 મેડિકલ ઓફિસરોની સામે માત્ર 7 મેડિકલ ઓફિસરો છે. 150 નર્સિંગ સ્ટાફની જગ્યાએ માત્ર 50 જેટલો જ નર્સિંગ સ્ટાફ છે. 250થી 300 બાળદર્દીઓની દરરોજ ઓપીડી થાય છે.

ગઇકાલે 51 પરિવાર પોતાના બાળકોને હૉસ્પિટલમાંથી લઇ ગયા

મહત્વનું છે કે, ગઇકાલે પોતાના બાળકો મોતને ભેટશે તેવા ડરથી 51 પરિવારો પોતાના બાળકોને રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં લઇને જતા રહ્યા હતા. NICUમાં બાળકોની ક્ષમતા અને સાર સંભાળ રાખી શકવાની કોઇ વ્યવસ્થાના અભાવે બાળકો મોતને ભેટી રહ્યા છે. 2019ના વર્ષમાં રાજકોટમાં 1235 બાળકો મોતને ભેટ્યા હતા. રાજસ્થાનનાં કોટામાં 110 બાળકોની મોતનો મામલા બાદ ગુજરાતમાં રાજકોટ અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 196 બાળકોની મોતનો ગંભીર મામલો સામે આવ્યો હતો. ગુજરાતના રાજકોટમાં સ્થિત સિવિસ હોસ્પિટલમાં ગત મહિને 111 બાળકોનાં મોત થયા હતા, જ્યારે અમદાવાદમાં 85 નવજાત શિશુઓના મોત નીપજ્યા હતા.
First published: January 7, 2020, 11:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading