રાજકોટઃ નેચરો થેરાપી સેન્ટરની આડમાં ગર્ભપરીક્ષણ અને ગર્ભપાત કરનારા ત્રણ ઝડાપાયા, જાણો કેટલો લેતા ભાવ?


Updated: September 14, 2020, 9:42 PM IST
રાજકોટઃ નેચરો થેરાપી સેન્ટરની આડમાં ગર્ભપરીક્ષણ અને ગર્ભપાત કરનારા ત્રણ ઝડાપાયા, જાણો કેટલો લેતા ભાવ?
પકડાયેલા આરોપીઓની તસવીર

ડમી ગ્રાહકને સોનોગ્રાફી મશીન દ્વારા ગર્ભ પરીક્ષણ કરવાના 12000 રૂપિયા તેમજ ગર્ભપાત કરવાના 20,000 રૂપિયા લઈ કામગીરી કરી આપવાની તૈયારી બતાવી હતી.

  • Share this:
રાજકોટઃ રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેરના મવડી વિસ્તારમાં હરિઓમ નેચરોથેરાપી સેન્ટરના ઓથા હેઠળ ચાલતા ગેરકાયદેસર (Illegal) ગર્ભ પરીક્ષણ (Fetal testing) તેમજ ગર્ભપાતના ધંધાનો પર્દાફાશ કર્યો છે.

ન્યૂઝ18જરાતી સાથેની વાતચીતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના (SOG) સબ પોલીસ ઇન્સ્પેક્ટર અસ્લમ અંસારીએ જણાવ્યું હતું કે, અમારી ટીમના માણસોને ચોક્કસ રાહે બાતમી મળી હતી કે મવડી વિસ્તારમાં આવેલ હરિઓમ નેચરો થેરાપી સેન્ટરના ઓઠા તળે સોનોગ્રાફી મશીન દ્વારા ગેરકાયદેસર રીતે ગર્ભમાં રહેલ બાળક દીકરો છે કે દીકરી તે બાબતનું જાતીય પરીક્ષણ કરી આપવામાં આવે છે તો સાથે જ જો ગર્ભમાં દીકરી હોય તો ગર્ભપાત કરાવવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે.

જે અંતર્ગત અમારી ટીમ દ્વારા ડમી ગ્રાહક બનાવીને હરીઓમ નેચરો થેરાપી સેન્ટર પર મોકલવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓએ પોલીસ દ્વારા મોકલી આપવામાં આવેલ ડમી ગ્રાહકને સોનોગ્રાફી મશીન દ્વારા ગર્ભ પરીક્ષણ કરવાના 12000 રૂપિયા તેમજ ગર્ભપાત કરવાના 20,000 રૂપિયા લઈ કામગીરી કરી આપવાની તૈયારી બતાવતા પોલીસે ઘટના સ્થળ પરથી ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ 'તારે અહીં રહેવું હોય તો પૈસા આપવા પડશે' કોસાડમાં દાદુ નામના 'ગુંડા'એ યુવકના ગળા ઉપર તલવાર મૂકી ખંડણી માંગી

આ પણ વાંચોઃ-પતિની ક્રૂર હરકત! ગર્ભવતી પત્નીના પેટ ઉપર માર્યું પાટું, ગર્ભમાં રહેલા છ મહિનાના બાળકનું મોત

આ પણ વાંચોઃ-PHOTOS: બિહાર ચૂંટણીમાં છવાઈ બ્લેક ડ્રેસ વાળી છોકરી, વિદેશથી ભણીને આવી છે, CM બનવાનું છે સપનુંતો સાથેજ ગર્ભ પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાતું મશીન પણ કબજે કર્યું હતું. સાથેજ પોલીસે વધુ તપાસ કરતા એક પણ આરોપીઓ પાસે તબીબી ડિગ્રી મળી આવી નહોતી. ત્યારે આવતીકાલે આ સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે.

તે પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ દ્વારા વધુ માહિતી આપવામાં આવશે કે આખરે કેટલા સમય થી તમામ આરોપીઓ ગર્ભ પરીક્ષણ તેમજ ગર્ભપાત કરી આપતા હતા. તેમજ આરોપીઓ અન્ય કઈ જગ્યાએ ગર્ભપાત કરાવવાની વ્યવસ્થા કરી આપતા તે તમામ બાબતની માહિતી આવતીકાલે મંગળવારે પોલીસ પ્રેસ મીડિયા સમક્ષ રાખશે.
Published by: ankit patel
First published: September 14, 2020, 9:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading