Home /News /kutchh-saurastra /

Rajkot news: લવર મૂછીયા ત્રણ યુવાનોને કારમાં તોડફોડ કરવી પડી ભારે, cctv video viral

Rajkot news: લવર મૂછીયા ત્રણ યુવાનોને કારમાં તોડફોડ કરવી પડી ભારે, cctv video viral

સીસીટીવી વીડિયો પરથી તસવીર

Rajkot crime news: સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થવા પામી છે. જે સીસીટીવી ફૂટેજ (cctv footage) હાલ સોશિયલ મીડિયામાં વાયરલ (social media viral video) થઇ રહ્યા છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ (police) પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

રાજકોટઃ રાજકોટ શહેરમાં (Rajkot news) વધુ એક વખત લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં વધુ એક વખત લુખ્ખા તત્વોએ શહેરને બાનમાં લીધું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરમાં ત્રણ જેટલા શખ્સો દ્વારા ચાર જેટલી કાર તેમજ એક બુલેટમાં તોડફોડ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જે જગ્યાએ આ ઘટના બનવા પામી છે તે ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના (Gujarat Pradesh BJP Bakshipanch Morcha) પ્રમુખ ઉદય કાનગડના ઘર પાસે બની હોવાનું સામે આવ્યું છે. જ્યારે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થવા પામી છે. જે સીસીટીવી ફૂટેજ (cctv footage) હાલ સોશિયલ મીડિયામાં વાયરલ (social media viral video) થઇ રહ્યા છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ (police) પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

મીડિયા સાથેની વાતચીતમાં સ્થાનિક લોકોનું કહેવું છે કે મોડી રાત્રે લોકો જ્યારે પોતાના ઘરમાં સુતા હતા. ત્યારે ત્રણ જેટલા લોકો એકટીવા જેવા ટુ વ્હીલરમાં અહીંથી પસાર થયા હતા. ત્યારબાદ રામ મઢી જે બોર્ડ લખેલું છે તેની આજુબાજુ માંથી તેઓએ પથ્થર પણ ઉપાડ્યા હતા. જે બાદ તેમના દ્વારા જુદા-જુદા પર તેમજ બાઈક પર પથ્થર ફેંકી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

લુખ્ખા તત્વો દ્વારા જે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તેમાં લાખેણી કાર જેવી કે ટોયોટા, નિશાન તેમજ hyundai જેવી કંપનીઓની મોંઘી દાટ કારમાં પથ્થરમારો કરી તેમને ખાસુ એવું નુકશાન પહોચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો સાથેજ એક બુલેટમાં પણ તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-Ahmedabad: 3 ટાબરિયાઓ પોલીસને દોડતી કરી નાખી, ચર્ચાસ્પદ કેસમાં આખરે પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો

એક્ટિવા સવાર ત્રણ જેટલા યુવાનોએ પથ્થરમારો કરી ત્રણ જેટલી મોંઘીદાટ કાર તેમજ બુલેટ માં તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા ની અંદર કેદ પણ થવા પામી હતી. ત્યારે સીસીટીવી ની મદદથી એ ડિવિઝન પોલીસ દ્વારા ગણતરીની કલાકમાં જ એકટીવા ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદમાં corona blast: વધુ 21 વિસ્તાર માઈક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં, કેટલું થયું રસીકરણ?

પોલીસ દ્વારા તાત્કાલીક અસરથી ગુનામાં સંડોવાયેલ નોહીન ઉર્ફે નોઈલો નજીર ખાન પઠાણની ધરપકડ કરી છે. જ્યારે કે ગુનામાં સંડોવાયેલ આફતાબ અને શાહબાઝની શોધખોળ શરૂ છે. ત્યારે હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા ગુનાના કામે વપરાયેલુ એકટીવા મોટર સાયકલ કબ્જે લેવામાં આવ્યું છે.
Published by:ankit patel
First published:

Tags: CCTV Video, Crime news, Gujarati News News, Rajkot News

આગામી સમાચાર