રાજકોટઃ ત્રણ અકસમાતમાં ત્રણના મોત, ભત્રીજાના લગ્ન પહેલા જ કાકાનું મોત, ચાર સંતાનોએ પિતા ગુમાવ્યા, પરિવાર પર આભ તૂટ્યું

રાજકોટઃ ત્રણ અકસમાતમાં ત્રણના મોત, ભત્રીજાના લગ્ન પહેલા જ કાકાનું મોત, ચાર સંતાનોએ પિતા ગુમાવ્યા, પરિવાર પર આભ તૂટ્યું
મૃતક કાકાની તસવીર અને અકસ્માતગ્રસ્ત ટ્રક

મધુબેન પટેલ અને પુત્ર યોગેશ પટેલ બાઈક ઉપર નાના બહેને મળીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ટ્રકે તેમના બાઈકને ટક્કર મારતા હવામાં ફંગોળાયા હતા.

  • Share this:
રાજકોટઃ શહેર અને જિલ્લામાં સતત અકસ્માતના (Accident) બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેર (Rajkot city) અને જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવ સામે આવ્યા છે. ત્રણ બનાવમાં ત્રણ વ્યક્તિઓએ (three killed in accident) પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

રાજકોટની ભાગોળે આવેલા કિસાન પેટ્રોલ પંપ પાસે પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે બાઇકને ઠોકર મારતા પુત્રની નજર સામે જ માતાનું મોત નીપજ્યું હતું. શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા સાપર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી કરી મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. તો સાથે જ ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસના જણાવ્યા પ્રમાણે રાજકોટ શહેરના ગોકુલધામ પાસે આવેલ ગીતાંજલી સોસાયટી શેરી નંબર એકમાં રહેતા મધુબેન પટેલ તેમજ તેમનો પુત્ર યોગેશ પટેલ બાઈક ઉપર મધુબેનના નાના બહેન મંજુબેનને ત્યાં બેસવા ગયા હતા. રાત્રિના 10:30 વાગ્યે પરત ફરતી વખતે નજીક કિસાન પેટ્રોલ પંપ પાસે પહોંચતા પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે માતા અને પુત્રને ઠોકર મારતા માતા અને પુત્ર બંને ફંગોળાઈ ગયા હતા. માતાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચોઃ-વડોદરાઃ એક જ પરિવારના છ સભ્યોએ કોલ્ડડ્રિંક્સમાં સાથે ઝેર ગટગટાવ્યું, પિતા, પુત્રી અને બાળકનું મોત

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ સીમંત માટે પત્નીને રેલવે સ્ટેશન મુકીને ઘરે આવતા પતિનું ત્રિપલ અકસ્માતમાં મોત

બીજી ઘટના ગોંડલના બિલિયાળા પાસે બની હતી. જે અકસ્માતમાં કારે બાઇકને અડફેટે લેતાં આશાસ્પદ યુવાનનું મોત નીપજયું હતું. જેના કારણે કુટુંબમાં લગ્ન પ્રસંગ પણ મોકૂફ રાખવામાં આવ્યો છે.  રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે ઉપર આવેલા બિલીયાળા ગામ પાસે કાર ચાલકે બાઈક ચાલક મુકેશભાઈને હડફેટે લેતાં મુકેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચોઃ-પરિવારને રહેવાનું કહી ભાડે રાખ્યો ફ્લેટ, મકાનમાં ચાલતો હતો દેહવેપારનો ધંધો, પોલીસે છ મહિલા સહિત નવને રંગેહાથ પકડ્યા

આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

સમગ્ર મામલે પોલીસે મુકેશભાઈના પરિવારજનની ફરિયાદ પરથી કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મુકેશભાઈને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે. ત્યારે અકસ્માતમાં પિતાનું અવસાન થતાં ચાર સંતાનોએ પોતાના પિતાની છત્ર છાયા ગુમાવવાનો વારો આવ્યો છે. આગામી સમયમાં મુકેશભાઈના ભત્રીજાના લગ્ન હોય ત્યારે મુકેશભાઈનું નિધન થતાં પરિવારજનોએ લગ્ન પ્રસંગ મોકૂફ રાખ્યો છે.અકસ્માતનો ત્રીજો બનાવ આટકોટ ગોંડલ રોડ ઉપર આવેલા ખારચિયા ગામ પાસે બન્યો હોવાનું સામે આવ્યું છે. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ ગોંડલ રોડ ઉપર આવેલા ખારચીયા પાસે ટ્રકચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક 300 મીટર દૂર ફંગોળાયું હતું. જ્યારે કે ટ્રક ખાડામાં પલટી ખાઇ ગયો હતો. જે અકસ્માત અંતર્ગત બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. બાઈકચાલક અંગે તપાસ કરતાં મૃતક દડવા ગામના દેવેન્દ્ર વીરાભાઈ રાઠોડ હોવાનું ખુલ્યું હતું. ઘટનાસ્થળ પર પહોંચેલ આટકોટ પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ માટે પીએમ રૂમ ખાતે ખસેડી હતી.
Published by:ankit patel
First published:March 04, 2021, 21:07 pm

ટૉપ ન્યૂઝ