Home /News /kutchh-saurastra /રાજકોટઃ ગુનાહિત ઇતિહાસ ધરાવતા કુખ્યાત ભૂપત ભરવાડની ધરપકડ, 'શું પોલીસ મિત્ર' તરીકે ઓળખાય છે?

રાજકોટઃ ગુનાહિત ઇતિહાસ ધરાવતા કુખ્યાત ભૂપત ભરવાડની ધરપકડ, 'શું પોલીસ મિત્ર' તરીકે ઓળખાય છે?

ભૂપત ભરવાડ વિરૂદ્ધ હત્યાની કલમ તેમજ હત્યાની કોશિશ, આર્મ્સ એકટ સહિતની અનેક કલમ હેઠળ વર્ષ 2000થી લઇ 2019 સુધીમાં 8 ગુના નોંધાયા છે.

ભૂપત ભરવાડ વિરૂદ્ધ હત્યાની કલમ તેમજ હત્યાની કોશિશ, આર્મ્સ એકટ સહિતની અનેક કલમ હેઠળ વર્ષ 2000થી લઇ 2019 સુધીમાં 8 ગુના નોંધાયા છે.

રાજકોટ: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ (Rajkot crime branch) દ્વારા સાત દિવસની અંદર જ કુખ્યાત ભુપત ભરવાડ (Bhupat bharvad) વિરૂદ્ધ એક નહીં પરંતુ ત્રણ ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે. જે ત્રણ પૈકી બે ગુના તો ગંભીર પ્રકારની કલમ હેઠળ નોંધવામાં આવ્યા છે. જે કલમોમાં આઇપીસીની (IPC act) ધારા 386,323,504,506(2), 114નો સમાવેશ થાય છે.  રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ભૂપત ભરવાડની ધરપકડ કરી હતી.

ભૂપત ભરવાડે 2017માં આચરેલા ગુનાની નોંધ કરી તેની ધરપકડ કરાઈ

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગત સપ્તાહમાં ભૂપત ભરવાડે 2017માં આચરેલા ગુનાની નોંધ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. જે ગુનાની રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ નોટ જાહેર કરવામાં આવેલ છે તે અંતર્ગત ભૂપત ભરવાડ તેમજ રાકેશ પોપટે વર્ષ 2017થી હાલ સુધીમાં ધવલ મીરાણી પાસેથી બળજબરી પૂર્વક જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી 70લાખ રૂપિયા પડાવ્યા છે. જે કેસ ની વધુ તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ ને આરોપી ભૂપત ભરવાડ ના ઘર, ઓફિસ, ફાર્મ હાઉસની સર્ચ કરેલ ત્યાંથી દારૂ મળી આવતા તેનો પણ અલગ ગુનો ભૂપત ભરવાડ વિરૂદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો. આમ, માત્ર બે દિવસ ની અંદર જ ભૂપત ભરવાડ વિરૂદ્ધ બે ગુના દાખલ કરવામાં આવ્યા હતા.

ભૂપત ભરવાડ સહિત અન્ય લોકો સામે પણ ગુનો દાખલ કરાયો

ત્યારે આજરોજ ભૂપત ભરવાડ, રાકેશ પોપટ, રાજુ ગોસ્વામી, હિતેશ ગોસ્વામી તેમજ મુકેશ ભાઈ ઝાપડા વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે ગુના અંતર્ગત ચારેય આરોપીઓ વિરુદ્ધ ગેર કાયદે વ્યાજે રૂપિયા આપી તેની સામે મિલકતનો દસ્તાવેજ કરાવી લેવો, તેમજ બળજબરી પૂર્વક રૂપિયા પડાવવા તેમજ જમીન પર કબજો કરવાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ-Navratri 2020: આજથી નવરાત્રી શરૂ, નવ દિવસના આ નવ મંત્રો, જેના જાપથી માતાજીની થશે અસીમકૃપા

આ પણ વાંચોઃ-અમદાવાદઃ જો તમે મોર્નિંગ કે નાઈટમાં સાયકલિંગ કરવા જાવ છો? તો વાંચો મહિલા સાથે બનેલો આંખ ઉઘાડતો કિસ્સો

ભૂપત ભરવાડ વિરૂદ્ધ  પાસાની કલમ હેઠળ  કાર્યવાહી કરવામાં આવી રહી છે

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવી છે. તે અંતર્ગત ભૂપત ભરવાડ વિરૂદ્ધ  પાસાની કલમ હેઠળ  કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની વાતો ચર્ચાઈ રહી છે.  તેની વિરુદ્ધ હત્યાની કલમ તેમજ હત્યાની કોશિશ, આર્મ્સ એકટ સહિતની અનેક કલમ હેઠળ વર્ષ 2000 થી લઇ 2019 સુધીમાં 8 ગુના નોંધાયા છે. તો સાથેજ તાજેતરના ત્રણ ગુના નોંધાતા કુલ 11 ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

આરોપીની તસવીર


આ પણ વાંચોઃ-રાજકોટઃ ગુનાહિત ઇતિહાસ ધરાવતા કુખ્યાત ભૂપત ભરવાડની ધરપકડ, 'શું પોલીસ મિત્ર' તરીકે ઓળખાય છે?

કમિશનર સહતિના પોલીસ અધિકારીઓએ ભૂપત ભરવાડની દીકરીના લગ્નમાં આપી હતી હાજરી

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે પ્રકારે ભૂપત ભરવાડ વિરૂદ્ધ એક બાદ એક ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. તેમજ તે અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે તે બિરદાવવા લાયક છે. તો બીજી તરફ વર્ષો જૂની બાબતોના ગુના દાખલ કરવામાં આવતા અનેક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે, કે આખરે અચાનક શા માટે પોલીસનો મનગમતીલો ભૂપત તેમના માટે અણગમતો થઈ ગયો છે. કારણકે જ્યારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓએ ભૂપત ભરવાડની દીકરીના લગ્નમાં હાજરી આપી હતી. તે સમયે પણ ભૂપત ભરવાડનો ગુનાહિત ઇતિહાસ સરાજાહેર હતો જેમાં હત્યા, હત્યાની કોશિશ સહિતની કલમો સામેલ હતી.

ભરવાડની દીકરીના લગ્ન બીજેપીના કોર્પોરેટરના દીકરા સાથે થયા છે

ઉલ્લેખનીય છે કે, ઉલ્લેખનીય છે કે ભુપત ભરવાડ ની દીકરી ના લગ્ન સામા કાંઠાના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અનિલ રાઠોડ ના દિકરા સાથે ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવ્યા હતા. જે લગ્નમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત રાજકોટ શહેર પોલીસના જુદા જુદા વિસ્તારના એસીપી, પી.આઇ, પીએસઆઇ સહિત 15 થી વધુ અધિકારીઓ તેમજ અનેક વિભાગોના ઉચ્ચ અધિકારીઓ થી લઈ ધારાસભ્યો તેમજ રાજકીય પાર્ટીના અનેક હોદ્દેદારો તેમજ આગેવાનો એ હાજરી આપી હતી
" isDesktop="true" id="1036400" >પોલીસનો મિત્ર હતો ભૂપત ભરવાડ?

એક સપ્તાહ પહેલા જ્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે પોતાના મિત્ર ગણાતા એવા કુખ્યાત ભૂપત ભરવાડ વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી ત્યારે ખુદ ભૂપત ભરવાડ સહિત કોઈને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે આ પ્રકારની કાર્યવાહી ભૂપત ભરવાડ વિરૂદ્ધ શક્ય છે. તે પણ ત્યારે જ્યારે કે તેના સારા અને અંગત કહી શકાય તેવા મિત્રો રાજકોટ શહેર પોલીસ કમિશનરની પોતાની મહત્વની ગણાતી એવી બ્રાન્ચમાં ફરજ બજાવતા હોય. તો સાથેજ ભૂતકાળમાં જ્યારે ભૂપત ભરવાડની દીકરીના લગ્ન કે જે કોરોના મહામારી પહેલાં ફેબ્રુઆરી 2020માં યોજાયા હતા. જેમાં ખુદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે હાજરી આપી હોઈ.
Published by:ankit patel
First published:

Tags: ક્રાઈમ બ્રાન્ચ, ગુજરાત, રાજકોટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन