Home /News /kutchh-saurastra /Rajkot: ગોંડલ APMCમાંથી ધાણા ભરેલી આખી ટ્રક ચોરી ગયા ચોર, ઘટનાનો live video

Rajkot: ગોંડલ APMCમાંથી ધાણા ભરેલી આખી ટ્રક ચોરી ગયા ચોર, ઘટનાનો live video

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ચોરી

Rajkot Crime News: ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં (Gondal marketing yard) આઈસર ટ્રક સાથે ધાણાની ચોરી (Theft of coriander truck) થઇ હોવાની વધુ એક ઘટના સામે આવી છે.

રાજકોટઃ તાજેતરમાં જ રાજકોટ (Rajkot News) જિલ્લાના ગોંડલ શહેરમાં પોલીસ ચોકી (Gondal city police) નજીક પાંચ લાખથી વધુની રોકડની ચોરીની ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. જે ઘટનામાં લોકલ ક્રાઈમ બ્રાંચ (local crime branch) દ્વારા ચોરીની ઘટનામાં (thief) સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી લાખો રૂપિયાની રોકડ કબજે કરવામાં આવી છે. ત્યારે ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં (Gondal marketing yard) આઈસર ટ્રક સાથે ધાણાની ચોરી થઇ હોવાની વધુ એક ઘટના સામે આવી છે. એક તરફથી મોંઘવારીના મારના કારણે ખાદ્ય પદાર્થો ખાદ્યતેલ સહિતના ભાવોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ હવે તસ્કરો દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડને હવે નિશાને બનાવી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ૮ માર્ચના દિવસે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આઇસર ટ્રકની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. ટ્રકમાં 165 ગુણી ધાણા ભરેલા હતા તેની પણ ચોરી થવાનું સામે આવ્યું છે. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ-રાજકોટ : બુટલેગર સલીમ કુરેશીને મોતને ઘાટ ઉતારનાર 8 જેટલા આરોપીઓ ઝડપાયા, 3ની શોધખોળ શરૂ

સમગ્ર મામલે આઇસર ટ્રકના માલિક ઇન્દ્રેશ ભાઈ કોલિયાની પોલીસ ફરિયાદના આધારે આરોપીઓને પાડવા શોધખોળ હાથ ધરી છે. પોલીસ દ્વારા ટ્રક અને ધાણા સહિત કુલ 9,60,000 લાખના મુદ્દામાલ ની ચોરી થઈ હોવાનું ચોપડે નોંધ્યું છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું મારી નહીં તો કોઈની નહીં', ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવી પ્રેમિકાની હત્યાની ઘટના

આમ, વધુ એક વખત તસ્કરો દ્વારા પોલીસને પડકાર ફેંકવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, 8મી તારીખના રોજ રાત્રીના 12:26 આસપાસ તસ્કરો દ્વારા ધાણા ભરેલા ટ્રક ની ચોરી કરવામાં આવે છે.



ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બનેલી ચોરીની ઘટનામાં સામેલ આરોપીઓને રાજકોટ ગ્રામ્ય પોલીસ કેટલા સમયમાં ઝડપી પાડે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજકોટ શહેરમાં પણ સામાકાંઠા વિસ્તારમાં ઇમિટેશન જ્વેલરી સાથે સંકળાયેલા લોકોને ત્યાં પણ ચોરીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
Published by:ankit patel
First published:

Tags: CCTV Video, Crime news, Gujarati news, Rajkot News