રાજકોટ : સામાન્ય કિસ્સાઓમાં ચોર ચોરી કરી નાસી જતાં હોય છે. અમુક કિસ્સાઓમાં પોતાની હરકતોને સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસ સુધી પહોંચે નહિ જેથી સીસીટીવીનું ડીવીઆર મશીનની ઉઠાંતરી કરી જતા હોય છે. પરંતુ પડધરીમાં અનોખી ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના પડધરી ગામમાં ચોરીનાં બનાવો સતત વધી રહ્યા છે. પડધરીમાં 15 ફેબ્રુઆરીનાં એક સાથે પાંચ જેટલી દુકાનો અને મકાનનાં તાળા તૂટયા હતા. જેમાંથી ચોરોએ કાપડની દુકાનમાંથી રોકડની ચોરી તો કરી પરંતુ નવા કપડા પણ પહેરી લીધા હતા.
પડધરીનાં મોવૈયા સર્કલ પાસે આવેલી મોબાઇલ તેમજ કપડાંની દુકાનને ચોરોએ પોતાનું નિશાન બનાવ્યા હતા. ચોર કપડાની દુકાનમાંથી કપડાં ચોરીને નીકળી જાય તો કંઈ નવાઈની વાત નથી પરંતુ આ ચોર ગેંગે કપડાની દુકાનમાંથી કપડાની ચોરી કરી અને દુકાનની પાછળનાં ભાગમાં પોતાના જૂના કપડા ઉતારી ચોરી કરેલા નવા કપડાં પહેર્યા. જુના કપડાને ત્યાં ફેંકી દીધા અને રફૂચક્કર થઈ ગયા.
પડધરીમાં છેલ્લા થોડા દિવસમાં ચોરીનાં બનાવો સામે આવ્યાં છે. તેને લઇને વેપારીઓ ચિંતામાં મુકાયા છે. વેપારીઓની માંગ છે કે, રાતનાં સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેમજ જીઆરડી જવાન પણ રાતનાં સમયે સજાગ રહે. જેથી ચોરીનાં બનાવો અટકે. વેપારીઓની એવી પણ માંગ છે કે, જે રીતે છેલ્લા દસ દિવસમાં દુકાન અને મકાનને ચોરો પોતાનો ટાર્ગેટ બનાવી રહ્યાં છે. ત્યારે કોઈ એક જ ગેંગ પડધરીમાં તરખાટ મચાવતી હોવાની શંકા પણ વેપારીઓએ વ્યક્ત કરી છે. ત્યારે હવે પોલીસ પણ સીસીટીવીનાં આધારે ચોર સુધી પહોંચવા પ્રયત્નો હાથ ધર્યો છે.
આ વીડિયો પણ જુઓ :
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર