Rajkot news: રાત્રિ કર્ફ્યું દરમિયાન બેખૌફ બનેલા તસ્કરો પોલીસને ફેંકી રહ્યા છે પડકાર, જુઓ live cctv
Rajkot news: રાત્રિ કર્ફ્યું દરમિયાન બેખૌફ બનેલા તસ્કરો પોલીસને ફેંકી રહ્યા છે પડકાર, જુઓ live cctv
cctv પરથી તસવીર
Rajkot crime news: કુવાડવા પોલીસ સ્ટેશન (Kuvadava police station) વિસ્તારમાં આવતા સણોસરા ગામે બુકાની બાંધેલા ચાર જેટલાં તસ્કરોએ પેટ્રોલ પંપની ઓફિસમાં (petrol pump office) તોડફોડ કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં (cctv) કેદ થઈ હતી.
રાજકોટઃ રાજકોટ પોલીસની (rajkot police) નાઈટ પેટ્રોલીંગ ફરી એક વખત તસ્કરોએ ધજીયા ઉડાવી છે. હાલ રાજકોટ સહિત સમગ્ર રાજયભરની મહાનગર પાલિકામાં તેમજ કેટલીક નગર પાલિકાઓમાં પણ કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાત્રી કર્ફ્યુની (Night curfew) પરિસ્થિતિ નિર્માણ થવા પામ્યું છે. રાત્રી કર્ફ્યુ દરમિયાન કોઇ બિનજરૂરી ઘરની બહાર ન નીકળે તેમજ રાજમાર્ગો પર બહાર ન નીકળે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે. જરૂર જણાય તે જગ્યાએ ચેકપોસ્ટ બનાવી પોલીસ દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવતું હોય છે.
ત્યારે કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સણોસરા ગામે બુકાની બાંધેલા ચાર જેટલાં તસ્કરોએ પેટ્રોલ પંપની ઓફિસમાં તોડફોડ કરી હતી. ચોરીના ઇરાદે આવેલા તસ્કરોએ સૌપ્રથમ તો પેટ્રોલ પંપની ઓફિસમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ ઓફિસમાં સૂતેલા ચિરાગ સાગઠીયા નામના વ્યક્તિએ પ્રતિકાર કરતા તસ્કરો નાસી છૂટયા હતા.
જોકે સમગ્ર બનાવમાં ચિરાગ સાગઠીયા અને ઇજા પહોંચતાં તેને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે કુવાડવા પોલીસ દ્વારા ચોરીના ઈરાદે પેટ્રોલ પંપની જગ્યામાં ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ તેમજ તોડફોડ કરવાની સાથોસાથ વ્યક્તિને માર મારવા બદલ ગુનો નોંધી ચારે બુકાનીધારી તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.
ત્યારે સમગ્ર ઘટના પેટ્રોલ પંપમાં લાગેલા જુદા જુદા સીસીટીવી ફુટેજમાં કેદ થવા પણ પામી છે. ત્યારે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની મદદથી તસ્કરોની શોધખોળ શરૂ કરી છે. આમ, વધુ એક વખત તસ્કરોએ રાજકોટ શહેર પોલીસની નાઈટ પેટ્રોલીંગની કામગીરી ઉપર સવાલો ઉભા કર્યા છે.
ત્યારે બુકાનીધારી તસ્કરો રાજકોટ શહેર પોલીસના હાથે ક્યારે ચડે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. એક તરફથી રાત્રી કર્ફ્યુ અંતર્ગત સામાન્ય લોકો પોલીસના ડરથી રાજમાર્ગો પર નીકળતા ડરે છે. જ્યારે કે બીજી તરફ બેખોફ તસ્કરો રાત્રી કર્ફ્યુ દરમિયાન પોલીસને પડકાર ફેંકી રહ્યા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર