ગોંડલ (Gondal) પંથકમાં ફરી એક વખત તસ્કરોનો (Thieves) તરખાટ સામે આવ્યો છે. પરંતુ આ વખતે તસ્કરો દ્વારા આમ આદમીને પોતાનો શિકાર બનાવવામાં નથી આવ્યો. પરંતુ પોરબંદરના (MP Porbandar) સાંસદ રમેશભાઇ ધડુકના (Ramesh Dhaduk) મોટાભાઈ મનસુખભાઈ લવજીભાઈ ધડુક સંચાલિત બાલાજી કોલેજ ઓફ નર્સિંગ (Balaji collage of Nursing) તથા લો કોલેજમાં ઘુશી લાખો રૂપિયાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે તસ્કરો દ્વારા જે તરખાટ મચાવ્યો છે તે CCTV ની (CCTV Video) અંદર કેદ થવા પણ પામ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુકના મોટાભાઈ મનસુખભાઈ લવજીભાઈ ધડુક છે. તેઓના દ્વારા આઈપીસીની કલમ 457, 380, 114 મુજબ ગોંડલ પોલીસમાં નોંધાવવામાં આવ્યો છે. ફરિયાદમાં સાંસદના ભાઈએ પોલીસને જણાવ્યું છે કે ગોમટા ગામની સીમમાં આવેલ ધડુક એજ્યુકેશન ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે હું સેવા આપું છું. આ ટ્રસ્ટ સંચાલિત બાલાજી કોલેજ ઓફ નર્સિંગ તથા લો કોલેજ એક જ બિલ્ડિંગમાં આવેલ છે.
સાત જુલાઈના રોજ આશરે આઠેક વાગ્યે ચોકીદાર રજનીકાંત મોરી મારી પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે આપણી ઓફિસમાં રાખવામાં આવેલ તિજોરી ગાયબ છે. ઓફિસમાં જઇને ચેક કરતા તિજોરી ગાયો હતી તેમ જ બાજુમાં આવેલ પ્રિન્સિપાલની ઓફિસના ખાના પણ અસ્તવ્યસ્ત કરી નાખ્યા હતા તેમજ બારીની ગ્રીલ તૂટેલી હાલતમાં જોવા મળી હતી.
રાજકોટ : તસ્કરોએ નેતાના પરિવારજનોને પણ ના મૂક્યા, સાંસદ રમેશ ધડુકના ભાઈની કોલેજમાં થઈ લાખો રૂપિયાની ચોરી pic.twitter.com/zaqiJnbs4J
બિલ્ડિંગના ગ્રાઉન્ડમાં જતા બિલ્ડીંગ થી થોડે દુર તૂટેલી હાલતમાં તિજોરી પણ નજરે પડી હતી. સમગ્ર મામલે કોલેજના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચાર અજાણ્યા માણસો શરીરે ચાદર ઓઢેલી હાલતમાં આવી ચોરી કરતા નજરે પડ્યા હતા. ઓફિસમાં તપાસ કરતા તિજોરીમાં રાખવામાં આવેલ 6,09,000 એકઝામ ફી ના તથા 4,80,000 ટ્યુશન ફી ના ચોરી થયાનું જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગોંડલના ગ્રામ્ય પંથકોમાં તસ્કરો દ્વારા મોટા પાયે તરખાટ મચાવ્યો હતો. જે સમગ્ર ઘટના પણ અગાઉ સીસીટીવી ફુટેજમાં કેદ થવા પામી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર